અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, અરવલ્લી

             રાજય ચૂંટણી પંચ ગાંધીનગર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરતા આદર્શ આચારસંહિતા અમલી બની છે. તેની સાથે ચૂંટણી સમયે વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ હાથ ધરાયા છે.

            જેને અનુસંધાન અરવલ્લીમાં જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની આગામી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ મતદાન યોજાનાર છે. જેમાં ચાલુ સાલ નવા ઉમેરાયેલા મતદારો મતદાન કરે ઉપરાંત તમામ મતદારો આ મતદાનની પક્રિયામાં સહભાગી બને તે માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ હાથ ધર્યા છે.

             જેમાં જિલ્લાના વિવિધ માર્ગો પર પસાર થતાં ૫૦૦થી વધુ વાહનો પર મતદાન જાગૃતિના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગત ચૂંટણીમાં જે ગામમાં મતદાનની ટકાવારી ઓછી નોંધાયું છે. તેવા ગામોમાં મતદાન સંકલ્પપત્ર ભરાવવા તેમજ પ્રતિજ્ઞા લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર  : મુન્નાખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment