ભાવનગર જિલ્લાની સહકારી હાઉસીંગ સોસાયટીઓ સંબંધી ઓડીટ કામગીરી હાથ ધરી પુર્ણ કરવાં માટે પુરતાં પ્રયત્નો હાથ ધરવાં અનુરોધ

હિન્દ ન્યૂઝ, ભાવનગર

મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર(હાઉસીંગ), સહકારી મંડળીઓ, ભાવનગર તરફથી જણાવ્યાં અનુસાર ભાવનગર જિલ્લાની શ્રી ઉર્મિ કો.ઓ.હા.સો.લી, શ્રી વિશાલ કો.ઓ.હા.સો.લી, શ્રી પરમાઆનંદ કો.ઓ.હા.સો.લી, શ્રી નેહરૂનગર કો.ઓ.હા.સો.લી, શ્રી ભાવનગરપરા હરીજન કો.ઓ.હા.સો.લી, શ્રી મદિના કો.ઓ.હા.સો.લી, શ્રી ઇશ્વરકૃપા કો.ઓ.હા.સો.લી, શ્રી સિધ્ધિ કો.ઓ.હા.સો.લી, શ્રી ભાવેશ એપાર્ટમેન્ટ કો.ઓ.હા.સો.લી, શ્રી બળવંતરાય મહેતા કો.ઓ.હા.સો.લી, શ્રી અમરલાલ કો.ઓ.હા.સો.લી, શ્રી ઓમકારેશ્વર કો.ઓ.હા.સો.લી, શ્રી કૃણાલ કો.ઓ.હા.સો.લી, શ્રી ગુલાબ કો.ઓ.હા.સો.લી અને શ્રી મંગલા કો.ઓ.હા.સો.લી સહકારી હાઉસીંગ સોસાયટીઓની ઓડીટ કામગીરી હાથ ધરી પુર્ણ કરવાં માટે પુરતાં પ્રયત્નો હાથ ધરવાં છતાં જે તે સંસ્થાનાં હોદેદારો દ્વારા ઓડીટની કામગીરી હાથ ધરવા માટે ઓડીટર સમક્ષ રેકર્ડ રજુ થયેલ નથી. આથી આ જાહેર નોટીસ દ્વારા લાગતા વળગતા (હક્ક/ હિત ધરાવતી વ્યકતિ/ સંસ્થાઓ સહિત) તમામને જણાવવામાં આવે છે કે સહકારી હાઉસીંગ સોસાયટીઓ સંબંધી આપને જો કોઇ રજુઆત કરવી હોય તો જાહેર નોટીસ પ્રસિધ્ધ થયાં તારીખથી દિન-૩૦ માં મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર(હાઉસીંગ), સહકારી મંડળીઓ, ભાવનગરને લેખિતમાં રજુઆત મોકલી આપવી, અન્યથા ત્યારબાદ સહકારી મંડળીઓના કલમ-૨૦ અન્વયે સહકારી મંડળીઓની નોધણી રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (હાઉસીંગ) દ્વારા જણાવાયું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment