ચાલુ બસમાં જ એક સગર્ભા બહેન ને ડીલેવરી નો અસહ્ય દુ:ખાવો થતાં 108 ના સ્ટાફે સફળતા પૂર્વક મહિલા અને બાળક નો જીવ બચાવ્યો

હિન્દ ન્યૂઝ, નડિયાદ 

            તારીખ 31/01/2021 ના રોજ રાત્રે 09:25 ના સુમારે કપડવંજ ૧૦૮ એમ્બ્યુલન્સને લાડવેલ ચોકડી નો ડીલેવરી નો કેશ મળતા 108 એમ્બ્યુલન્સ પર નો હાજર સ્ટાફ ઈ.એ.મટી. કિશન ભાઈ તથા પાયલોટ દેવાંશુ ભાઈ તુરંત જ લાડવેલ ચોકડી જવા નીકળી ગયા હતા. લાડવેલ ચોકડી સીન પર ગયા બાદ તો માલૂમ પડ્યું કે ચાલુ બસમાં જ એક સગર્ભા બહેન ને ડીલેવરી નો અસહ્ય દુ:ખાવો થતો હતો એટલે અને તે બહેન સ્લીપર કોચમાં બીજા માડે ઉપર હતા. તો આવી કપરી પરિસ્થિતિ મા લકઝરી બસ મા જ ડીલેવરી કરાવી પડે તેવી કન્ડીશન હતી. પરંતુ પોઝિશન અને સ્લીપર કોચમાં જગ્યા બહુ ઓકવડ હતી, ને બહેન ને પહેલી જ ડીલેવરી હતી ને બાળક ને ગડા મા નાળ વીટડાયેલ હતી, તે છતાં પણ 108 ના સ્ટાફે કિશન ભાઈ તથા પાઈલોટ દેવાંશુ ભાઈ એ સલામતી પૂર્વક અને ઉપલા અધિકારી ની સલાહ લઈને સફળતા પૂર્વક ને બહુજ કાળજી રાખી ને સુંદર બાબા નો જન્મ થયો હતો. બાબા નુ વજન 2.500 ગ્રામ હતુ. આખી બસ મા ખુશી નો માહોલ સર્જયો હતો.  માતા અને બાળક બન્ને ની તબિયત તંદુરસ્ત છે ત્યાર બાદ માતા અને બાળકને 108 એમ્બ્યુલન્સ મા લઈ જરૂરી સારવાર આપી. નજીક ના સામુહિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે હાલ માતા અને બાળક ની બંનેની તબિયત સારી છે. સ્લીપર કોચ બસ મધ્ય પ્રદેશ ગામ માંગોદ થી ગુજરાત મા ગાંધીધામ જતી હતી. તેમા મજુરી માટે જતા હતા ત્યારે અચાનક આવો બહેન ને ડીલેવરી નો દેખાવો ઉપડતા બસ ના ડ્રાઈવર રે 108 ને ફોન કર્યો હતો.  108 એમ્બ્યુલન્સ નો અને સ્ટાફ કિસન ભાઈ તથા પાઈલોટ દેવાંશુ ભાઈ ની આવી ઉમદા ને ઉત્કર્ષ કામગીરી બદલ બસ ના પેસેન્જરો અને સરકારી હોસ્પિટલ ના ડોક્ટર તથા સ્ટાફે ખુબ આભાર વ્યક્ત કર્યો હતો અને સાબાસી આપી હતી ને 108 સર્વીસ નો ખૂબ જ આભાર માન્યો હતો .

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ 

Related posts

Leave a Comment