કાસકી વાગાના ગરીબ સ્થાનિકો પીવાના પાણી અને ગટરના ગંદા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠયા

હિન્દ ન્યૂઝ, ડભોઈ

             પીવાના પાણી અને ગટરના પાણી ની સમસ્યાને લઈને કાસકી વાગાના સ્થાનિકોનું નગરપાલિકા કચેરીએ હલ્લાબોલ. સ્થાનિકો દ્વારા ગટરના દૂષિત પાણી અને પીવાના પાણીના પ્રશ્નો લઇને આક્ષેપો કરી કોઈ પણ પક્ષને વોટ ન આપી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારાઈ.

            ડભોઇ દયારામ સ્કૂલ ની પાછળ આવેલ વોર્ડ નંબર ૮ કસકીવાગા માં કેટલાક સમયથી પીવાના પાણી નો કાળો કકળાટ વર્તાઈ રહ્યો હતો તેમજ ઘણા સમયથી ગટર લાઈન ની સમસ્યા અનહદ વકરતા સ્થાનિકો દ્વારા આ બધી સમસ્યાઓને લઈને ડભોઇ નગરપાલિકા ચીફ ઓફિસરની કચેરીએ હલ્લાબોલ કરી સૂત્રોચ્ચાર સાથે પોતાની વ્યથા વ્યથિત કરી હતી.

             સાથે ગટરના ગંદા દુષિત અને મળમૂત્ર વાળા પાણીથી કોઈ રોગચાળો ફાટી નીકળે અને તેનાથી સ્થાનિકો ગંભીર બીમારીમાં સપડાઈ તો તેનો જવાબદાર કોણ તેવી આક્ષેપબાજી કરી નગરપાલિકા કચેરીએ સ્થાનિકો દ્વારા ચૂંટણી બહિષ્કાર અને આ સમસ્યાનો વહેલી તકે નિકાલ ના આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું પણ ઉચ્ચાર્યું હતું.

રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ

Related posts

Leave a Comment