દિયોદર રહેણાંક મકાન ને નિશાન બનાવતી તસ્કર ટોળકી ત્રાટકી લાખો ની મતા ની ચોરી

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર માં ઘણા સમય થી ચોર ટોળકી સક્રિય બની હોવાનું દેખાઈ રહું છે. દિન પ્રતિદિન ચોરી ના વધતા જતા બનાવો ને લઈ સ્થાનિક નગરજનો માં ફફડાટ ફેલાયો છે. જેમાં રાત્રી ના સમય એક સાથે 7 થી 8 લોકો ની એક ટોળકી એક સોસાયટી માં ત્રાટકી લાખો ની મતા ઉઠાવી જતા ચકચાર મચી જવા પામી છે.

જાણવા મળતી માહિતી મુજબ દિયોદર શહેર માં આવેલ સુભમ સોસાયટી માં ગત રાત્રી ના સમય અંધારા નો લાભ લઇ એક સાથે એક સક્રિય થયેલ ચોર ટોળકી એ એક સાથે ત્રણ મકાન ને નિશાન બનાવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં તસ્કરો એ બંધ મકાન ના તાળા સહિત નકુચા તોડી મકાન માં પ્રવેશ કરી લાખો રૂપિયા રોકડા અને સોના ચાંદીના ના દાગીના ની ચોરી કરી હતી. જેમાં જી વી વાઘેલા હાઈસ્કૂલ માં આચાર્ય તરીકે ફરજ બજાવતા ડો હિતેશભાઈ ગૌસ્વામી ના બંધ મકાન ને નિશાન બનાવી ઘર માંથી અંદાજીત 5.50,000 રોકડ રકમ ની ચોરી કરી હતી અને સોના ચાંદીના ના દાગીના ની પણ ઉઠાંતરી કરી હતી. જે અંગે વહેલી સવારે ચોરી થઈ ની ઘટના સામે આવતા દિયોદર નાયબ પોલીસ અધિક્ષક પી.એચ.ચૌધરી તેમજ દિયોદર પી.એસ.આઈ એસ.જે.પરમાર સહિત પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી જઇ તપાસ નો દોર શરૂ કર્યો હતો.

રાત્રી ના સમય બંધ મકાન ને નિશાન બનાવતી ચોર ટોળકી ચોરી ને અંજામ આપ્યા બાદ નીકળવાની કોશિશ કરી રહી હતી. જેમાં સ્થાનિક લોકો જાગી જતા બૂમ રાડ કરી હતી. પરંતુ 7 થી 8 લોકો એ એકાએક પથ્થરો ફેંક્યા હતા સોસાયટી ની ચોકી કરતા ચોકીયાત એ તસ્કરો ને રોકવાની કોશિશ કરી હતી. પરંતુ ઘાતક હથિયાર અને પથ્થરો હુમલો કરી નાશી છૂટ્યા.

દિયોદર પોલીસ મથક નો નંબર ઘણા સમય થી ટેકનોલોજી ખામી ના કારણે બંધ હાલત માં છે. જેમાં રાત્રી ના સમય સુભમ સોસાયટી માં એક સાથે ત્રણ મકાન ના તાળા તૂટ્યા હતા. જેમાં તસ્કરો એ નિશાન બનાવ્યા બાદ સ્થાનિક લોકો એ રાત્રી ના સમય પોલીસ મથક ખાતે ફોન લગાવવાની કોશિશ કરી હતી, પરંતુ ફોન ના લાગતા સ્થાનિક લોકો એ નિરાશા વ્યક્ત કરી હતી.

આ બાબતે ડો હિતેશભાઈ ગૌસ્વામી એ જણાવેલ કે હું બહાર ગામ ગયો હતો. જેમાં જી.વી.વાઘેલા ની દરેક વિધાર્થીઓ ની છૂટક છૂટક સત્ર ફી જેમાં રોકડ 3.50000 તથા પ્રવિણસિંહ વાઘેલા ના નવીન મકાન માટે આપવાના 2 લાખ રૂપિયા રોકડા હતા. જે તમામ રોકડ રકમ ની ચોરી થઈ છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment