કડાણા, સંતરામપુર ના આદિવાસીઓ ધરણા પર ઉતર્યો

હિન્દ ન્યુઝ, મહિસાગર

કડાણા, સંતરામપુર ના આદિવાસીઓ ને દાખલા માટે યોગ્ય જવાબ ન મળતાં તમામ આદિવાસ સમાજ ધરણા પર હાલ બેઠા છે અને જણાવામાં આવ્યુ છે કે જો અમને પાંચ દિવસ માં હકારાત્મક જવાબ ના મળે તો આમરણાંત ઉપવાસ પર બેસવા નુ પણ આદિવાસી સમાજ દ્વારા જણામાં આવ્યુ છે. કડાણા તાલુકા ના આદિવાસી સાથે સંબંધો ધરાવે છે, આ ઉપરાંત રેણી-કેણી, બોલી, ચાલી, ઘર અને સામાજિક પ્રસંગો પણ આદિવાસી સમાજ માં આદિવાસી પરંપરાગત ઉજવવામાં આવે છે

જો કડાણા ના આદિવાસીઓ એ જણાવ્યું છે આ રાજકીય પક્ષો તરફથી જે તે ફાળવણી થાય છે તે આદિવાસી તરીકે જ થાય છે તો દાખલો માં અન્યાય કેમ વધુ મા જણાવ્યું હતુ કે જો સરકાર તરફથી હકારાત્મક જવાબ નહી મળે તો પાંચ દીવસ પછી ભુખ હડતાળ પર બેસવાનુ કહ્યું હતું અને કોઈ પણ રાજકીય પક્ષ ની ચુટણી નો બહિષ્કાર કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ. કડાણા તાલુકા તમામ પક્ષ ના નેતાઓ કાર્યકરો એક મંચ પર રહી આદિવાસી એકતાનુ ઉદાહરણ પૂરુ પાડ્યું હતું

રિપોર્ટર : કાન્તિભાઈ ખાંટ, મહિસાગર

Related posts

Leave a Comment