રાધનપુર ઘાંચી સમાજ દ્વારા બનાવેલ રીડિંગ લાયબ્રેરી નું ધારાસભ્ય રઘુભાઇ દેસાઈ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઘાંચી સમાજ દ્વારા બનાવેલ રીડિંગ લાયબ્રેરી નું રાધનપુર ધારાસભ્ય રઘુભાઇ દેસાઈ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું.આજ ના યુગ માં વાંચન પણ જરૂરી છે. વાંચન કરી ભણેલા યુવાનો પોતાની મહેનત કરી સારી નોકરીઓ પણ મેળવે છે જેમાં જરૂરી પુસ્તકો ની પણ જરૂર પડે છે. આ સ્પર્ધાત્મક યુગમાં જે ભણેલા યુવાનો પાસે વાંચવાની જગ્યા કે પૂરતા પ્રમાણમાં પુસ્તકો મટીરીયલ નાં હોવાના કારણે થોડા ઘણા માર્કસ થી નિષ્ફળ જાય છે ત્યારે ભણેલા યુવાનો નું મનોબળ ટુટી જતું હોય છે ત્યારે એવું ન બને તે માટે વાંચવાનું યોગ્ય વાતાવરણ મળી રહે અને જરૂરી મટીરીયલ પુસ્તકો પણ સરળતાથી મળી રહે અને ભણેલા યુવાનો એક નવા યુગ સાથે કદમ થી કદમ મિલાવી આગળ વધે અને સમગ્ર સમાજનો વિકાસ થાય એવા હેતુથી રાધનપુર ઘાંચી સમાજ દ્વારા આં રીડિંગ લાયબ્રેરી બનાવવામાં આવી હતી. જેનું ઉદ્ઘાટન રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઇ દેસાઈ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું સમાજ નો હેતુ એ છે કે યુવાનો ભણી ગણી વાંચન કરી આગળ વધે તે હેતુ થી આ લાયબ્રેરી ચાલું કરવામાં આવી હતી. લાયબ્રેરી ના ઉદ્ઘાટન માં વિવિધ ટ્રસ્ટના ના ટ્રસ્ટીઓ, વડીલો, આગેવાનો યુવાનો યુવતીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા નવ યુવાનો હાજર રહ્યા હતાં.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment