હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
વર્ષો પહેલા છોટાઉદેપુર જિલ્લા પંચાયત સંચાલિત શરૂ કરવામાં આવેલ છોટાઉદેપુરનું પશુ ચિકિત્સાલય મરઘાં થી લઈને મોટા અબોલા પશુઓ માટે એક વરદાનરૂપ સાબિત થયું છે.
છોટાઉદેપુર જિલ્લાની આસપાસ 100 કરતા વધુ ગામો આવેલા છે, જેમાં ખેતી કરતા ખેડૂતોની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે, જેથી ખેતી કામ માટે દરેક ખેડૂતો પશુઓ પાળતા જ હોય છે, અને તે સિવાય પણ પશુ પ્રેમીઓ મરઘાં થી લઈને ઘોડા તેમજ દુધાળા પશુઓ ઉછેરતા હોય છે, આવામાં જો કોઈ પશુને કોઈ બીમારી લાગે કે કોઈક વાહન દ્રારા અકસ્માત થાય તો તરતજ લોકો છોટાઉદેપુર ખાતે આવેલ પશુ ચિકિત્સાલયમાં તેમના પશુને લઈને દોડી આવે છે, આ ચિકિત્સાલયમાં એકપણ રૂપિયો ફિસ લીધા વગર ડોકટરો અને તેમના સહયોગીઓ દ્રારા નિઃસ્વાર્થતા થી વર્ષોથી સેવાઓ આપી રહયાં છે, જો મોંઘાદાટ પશુ લાવ્યા બાદ તેને કોઈ ગંભીર રોગ થાય તો પશુપાલકનું આખું ઘર તેની સારવારના ખર્ચામાં હેરાન થઇ જાય છે. એવામાં છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા શરૂ કરવામાં આવેલ આ મફત ચિકિત્સા પશુપાલકોમાં અઢળક પ્રશંસા પામી રહી છે. તે સિવાય જે પશુઓ અહીંયા લાવવામાં સક્ષમ ન હોય તેવા પશુઓ માટે ઘર બેઠા પણ આ પશુ સેવા પુરી પાડવામાં આવે છે, જે ખરેખર પ્રશંસનીય છે.
રિપોર્ટ : યાકુબરઝા, છોટાઉદેપુર