તા.25 ઓક્ટોબરના ખગ્રાસ સુર્યગ્રહણને લઇ શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોના નિત્યપૂજન-આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર

હિન્દ ન્યુઝ, સોમનાથ

તા.25 ઓક્ટોબરના રોજ ખગ્રાસ સુર્યગ્રહણ હોય, શાસ્ત્રોક્ત રીતે સુર્યગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્ષતુ હોવાથી પાળવાનુ આવશ્યક હોય, જે અનુસંધાને સોમનાથના સ્થાનીક સમય પ્રમાણે નિચે મુજબ સમયે વેધ-સ્પર્ધ-મધ્ય-મોક્ષ વિગેરે થાય છે. શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં આરતી તેમજ નિત્ય- પૂજનના સમયમાં ફેરફાર રહેશે. શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો નિત્ય પૂજા-આરતી બંધ રહેશે. તેમજ ગ્રહણ મોક્ષ બાદ નિત્યપૂજન આરતીનો ક્રમ યથાવત રહેશે.

ગ્રહણ દરમીયાન તારીખ-25/10/2022 મંદિરના પૂજામાં પ્રાતઃમહાપૂજન-આરતી, મધ્યાહ્ન મહાપૂજન આરતી-ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞો સહિતની તમામ પૂજાઓ બંધ રહેશે. તા. 25/10/2022 ગ્રહણ મોક્ષ પછી પૂજન સાંજે 6-50 થી પ્રારંભ થશે, તેમજ સાયં આરતી 7-30 કલાકે કરવામાં આવશે. ગ્રહણ દરમીયાન દર્શનનો સમય પ્રાતઃ 6-00 થી રાત્રે 10-00 સુધી યથાવત રહેશે.                

ગ્રહણ વિગત
ગ્રહણ માહિતી તારીખ સમય
વેધ પ્રારંભ 25/10/2022 સવારે 4-49
ગ્રહણ સ્પર્શ 25/10/2022 સાંજે 4-01
ગ્રહણ મધ્ય 25/10/2022 સાંજે 5-19
ગ્રહણ મોક્ષ 25/10/2022 સાંજે 6-16

Related posts

Leave a Comment