હિન્દ ન્યુઝ, ભુજ
૫૫ વર્ષના જીવાબેનના કાનમાં મસો થયો હતો. પૈસાના અભાવે યોગ્ય સમયે સારવાર ન થતાં ગંભીર પરિસ્થિતી સર્જાઇ હતી. મસામાંથી સતત બ્લીડીંગ ચાલુ થઇ જતાં જીવાબેન માટે કપરી પીડાદાયક સ્થિતી સર્જાઇ હતી. આ સ્થિતિમાં આયુષ્યમાન કાર્ડ તેમની વ્હારે આવ્યું હતું. કચ્છની સિવિલ હોસ્પિટલમાં મફત સારવાર મળતા હાલે જીવાબેન ફરી સ્વસ્થ બનીને સુખરૂપ જીવન પસાર કરી રહ્યા છે.
ભુજ તાલુકાના નારણપર ગામના જીવાબેન ડોરૂ ભુજ ખાતે યોજાયેલા આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, મારી કાનમાં મસો થયો હતો, જે પીડાની સારવાર કરાવવાના પૈસા નહોતા લાંબા સમય સુધી મે સારવાર ટાળી હતી. અંતે મસામાંથી લોહી નીકળવાનું શરૂ થયું હતું. જે મારા માટે અત્યંત પીડાદાયક હતું. આ દરમિયાન આયુષ્યમાન કાર્ડ વિશે જાણકારી મળતા મેં કાર્ડ કઢાવીને ભુજમાં જી.કે જનરલ હોસ્પિટલમાં નિ:શુલ્ક ઓપરેશન કરાવતા હાલ હું પીડામુકત બનીને ફરી સુખરૂપ જીવન જીવી રહી છું. અમારા જેવા ગરીબવર્ગ માટે આયુષ્યમાન કાર્ડ વરદાનરૂપ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો હું દિલથી આભાર માનું છું.