છેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારીનો સામનો કરી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે – રમણલાલ વોરા

હિંદ ન્યૂઝ, મોડાસા

અરવલ્લી જિલ્લાના મોડાસાના, અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી પૂર્વ મંત્રી રમણલાલ વોરાના વરદ હસ્તે કોરોના રસીકરણનો શુભારંભ કરાયો.


 

અરવલ્લી જિલ્લાના મોડાસાના અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી માનનીય પૂર્વ મંત્રી રમણલાલ વોરાએ સંબોધન કરતાં જણાવ્યું કે, આજે ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ થી વડાપ્રધાનએ દિલ્લીની એઇમ્સ હોસ્પિટલ ખાતેથી દેશમાં કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. આજે દેશના ૩૦૦૬ સેન્ટરથી ૩ લાખને રસી આપવામાં આવશે. છેલ્લા એક વર્ષથી સમગ્ર દુનિયામાં કોરોનાની મહામારીથી લોકો દુ:ખી છે. કોરોના જેવી મહામારીથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનએ કોરોનાની મહામારીથી બચવા માટે સમગ્ર દેશમાં ૨૩ માર્ચના રોજ લોકડાઉન જાહેર કર્યું હતું. જે એક મહત્વનો નિર્ણય સાબિત થયો છે. જેથી કરીને આપણે દેશમાં કોરોનાને વધતો અટકાવી શક્યા છીએ.

પ્રથમ તબક્કામાં મોડાસા ખાતે જિલ્લાના નાયબ આરોગ્ય અધિકારી કૌશલ પટેલને રસી આપવામાં આવી હતી. જ્યારે મોડાસા, ભિલોડા અને ધનસુરા ખાતે પણ કોરોનાની રસી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના રાજ્ય કક્ષાએથી કોવિડશિલ્ડ કોવિડ-૧૯ વેક્સિનના કુલ ૧૨૬૪૦ ડોઝ મળેલ છે. જે સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવી છે. જિલ્લામાં પ્રથમ તબક્કામાં ૧૦૩૪૦ ડોઝ આરોગ્ય કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓને આપવામાં આવશે. બીજા તબક્કામાં ૧૯૨૧૨ ડોઝ ફ્રંટલાઈન વર્કરને રસીકરણથી આવરી લેવામાં આવશે. ત્રીજા તબક્કામાં કુલ ૨૧ લાખ ૬ હજાર ૧૬૬ ડોઝ ૫૦ વર્ષથી વધુ ઉમર ધરાવતા વ્યક્તિઓને ત્યારબાદ ૫૦ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા કોમોબીંડ વ્યક્તિઓને રસીકરણથી આવરી લેવાશે. અરવલ્લી જિલ્લામાં કુલ ૧૧૬૨ સેશન સાઇટ તૈયાર કરેલ છે જ્યાં ૩૬૮ તાલીમબદ્ધ કર્મચારી દ્વારા રસીકરણ કરવામાં આવશે. કોરોનાંની વેકશીનના બે ડોઝ આપવામાં આવશે. દરેક ડોઝ ૦.૫ ml ઇન્ટમસ્ક્યુલર રૂટ થી આપવામાં આવશે. રસી કરણનો પ્રથમ ડોઝ આપ્યા પછી બીજો ડોઝ ૨૮ દિવસ બાદ આપવામાં આવશે.

પૂર્વ મંત્રી રમણલાલ વોરાએ જણાવ્યું કે, ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રમાં ડૉક્ટર, નર્સિંગ, પેરામેડિકલ, સફાઇ કામદારોએ તેમના જીવના જોખમે પણ કોરોના દર્દીઓની સારવાર માટે ખડેપગે રહ્યા હતા. આપણે જ્યારે ઘરમાં હતા ત્યારે એ સમયે એ લોકો કોરોના વોરિયર્સ બનીને જનતાની સેવામાં લાગેલા હતા. અત્યાર સુધીમાં ૫૦ કરતાં વધુ ડોક્ટરોએ કોરોનાની મહામારીમાં શહીદ થયા છે. સરકારે ગુજરાતમાં કામ કરતાં ૧૦ લાખ પર પરપ્રાંતિયોને ટ્રેન અને બસ મારફતે તેમના વતન પહોંચાડ્યા હતા. ગુજરાતમાં પરપ્રાંતિયો રોજી રોટી કમાય છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનએ મહામારીમાં ૨૦ લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું હતું. રાજ્ય સરકારે કોરોનાની મહામારીમાં છ માસ સુધી લોકોને મફત અનાજ પૂરું પાડ્યું હતું. એ.પી.એ.એલ કે બી.પી.એલ કાર્ડ ધારક હોય એ દરેકને અનાજ આપ્યું છે. કોરોનાની મહામારીમાં લોકોએ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે.

આ પ્રસંગે જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા, મોડાસા પ્રાંત અધિકારી મયંક પટેલ, જિલ્લાના નાયબ આરોગ્ય અધિકારી ડૉ. કૌશલ પટેલ, તબીબી તજજ્ઞો, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment