ડભોઇ તાલુકા તેમજ શહેર કોંગ્રેસ દ્વારા કોરોનાકાળ દરમિયાન મૃત્યુ પામેલા તમામ મૃતકો ને બે મિનિટ નું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી

હિન્દ ન્યૂઝ, ડભોઇ

   છેલ્લા દોઢ વર્ષ થી કોરોના મહામારી એ દેશ તથા દુનિયા માં હાહાકાર મચાવ્યો છે. કોરોના કાળ એ દેશ ને આર્થિક તેમજ માનસિક રીતે ખૂબ જ નુકશાન પહોચાડ્યું છે. તેમજ ખૂબ મોટા પ્રમાણ માં લોકો નું મૃત્યુ આ બીમારી ને કારણે થયું છે. પ્રથમ લહેર બાદ બીજી લહેર માં કોરના માં ઘણા લોકો એ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આજરોજ ડભોઇ તાલુકા તેમજ શહેર કોંગ્રેસ દ્વારા કોરોનાકાળ દરમિયાન મૃત્યુ પામેલા તમામ મૃતકો ને બે મિનિટ નું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કોરોના મહામારી એ કેટલાક લોકો ના સપના તો કેટલાક લોકોના પોતાના અપના છીનવી લીધા છે.જેમાં બાળકો, યુવાઓ તેમજ વૃદ્ધો કોઈ બાકાત રહ્યું નથી. પ્રદેશ કોંગ્રેસ ના આદેશ અનુસાર આજરોજ ડભોઇ નગર ખેતીવાડી બજાર સમિતિ ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય પર ડભોઇ તાલુકા પ્રમુખ તેમજ ડભોઇ શહેર પ્રમુખ ડો જીમિત ઠાકર ની આગેવાની માં તમામ કોંગ્રેસ આગેવાનો, કોર્પોરેટરો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને બે મિનિટ નું મૌન પાડી કોરોના માં મૃત્યુ પામેલા તમામ મૃતકો ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

રિપોટર : હૂસેન મન્સુરી, ડભોઈ

Related posts

Leave a Comment