ખીદમત કમિટી દ્વારા ડભોઇ કડિયા જમાતખાના ખાતે બ્લડ ડોનેટ નું આયોજન

હિન્દ ન્યૂઝ, ડભોઇ 

   હાલમાં કોરોનાવાયરસના કપરા સમયમાં કેટલાક લોકો ને સમયસર બ્લડ ન મળતા કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે તેવા જરૂરિયાત મંદોને સમયસર બ્લડ મળી રહે તેવા શુભ હેતુથી સેવાભાવી કાર્યક્રમ ડભોઇના ‘ખિદમત કમિટી’ દ્વારા ડભોઇના કડિયાજમાત ખાતે આજરોજ યોજવામાં આવ્યો હતો.

     કોરોનાથી સંક્રમિત થયેલા કેટલાક લોકોને બ્લડની તાતી જરૂરિયાત ઉભી થતી હોય છે. જેને કારણે આવા જરૂરિયાત મંદોને સમયસર બ્લડ ન મળવાથી પરિવારનો સભ્ય ગુમાવવાનો વારો આવી પડે છે. આવી પરિસ્થિતિ ઊભી ન થાય અને કોરોનાની ત્રીજીવેવ ને ધ્યાનમાં રાખીને ડભોઇના મુસ્લિમ સમાજના આગેવાનોએ ‘આયુષ બ્લડબેંક’ના સહયોગથી આજરોજ બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો હતો.

    જેમાં મુસ્લિમ સમાજના ભાઈઓએ પોતાનું કિંમતી બ્લડ ડોનેટ કરીને આશરે ૧૪૦ જેટલા યુનિટ ભેગા કરવામાં આવ્યા હતા. જેથી કેટલાક જરૂરિયાત મંદોને આ બ્લડ મદદરૂપ થઈ પડશે.
આ સમગ્ર કાર્યક્રમ મંજુર મકબુલભાઈ સલાટ, મહેફુલ ઘાંચી, અને સિદ્દિકવાણીયા વાલા ની મદદથી આ કાર્યક્રમ પાર પાડવામાં આવ્યો હતો.જેમના આમંત્રણને માન આપી છે ડભોઇ નગરના સ્થાનિક આગેવાનો જેવા કે વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ (વકીલ) ડભોઇ નગરપાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી, કારોબારી ચેરમેન વિશાલ શાહ, શશીકાંત પટેલ ,ડૉ.જીમીત ઠાકર જેવા અન્ય કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : જબીઉલ્લા શેખ, ડભોઈ

Related posts

Leave a Comment