રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા સફાઈ કર્મચારીની સરાહનીય કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ        હાલના સમયમાં જયારે ચોર, લુંટના બનાવો બની રહ્યા છે ત્યારે પ્રમાણિક માણસો પણ સમાજ જોવા મળે છે જેનું ઉદાહરણ જોઈએ તો રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા ચીમનભાઈ રવજીભાઈ શીંગાળાને તા. ૩૦-૧૦-૨૦૨૩ના રોજ સફાઈ દરમ્યાન અમુલ સર્કલ પાસેથી રોકડ રકમ, ATM કાર્ડ અને અન્ય ઓરીજીનલ ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ મળી આવતા તેને મૂળ માલિકનો સંપર્ક કરી પરત કર્યું હતું. ચીમનભાઈ શીંગાળાની આ પ્રમાણિકતાને મ્યુનિ. કમિશનર આનંદ પટેલે બિરદાવી હતી.        વોર્ડ નં. ૧૫માં કાયમી સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા ચીમનભાઈ શીંગાળા…

Read More

“સ્વચ્છતા હી સેવા” અભિયાનઅંતર્ગત શહેરના વિવિધ એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ ખાતેથી કુલ ૦૩ ટન કચરાનો નિકાલ

હિન્દ ન્યુઝ, રાજકોટ       “સ્વચ્છતા એ જ સેવા” અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૩થી તા.૧૬/૧૨/૨૦૨૩ દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.૩૧/૧૦/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ ખાતેથી ૦૩ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ. શહેરના પશ્ચિમ ઝોન વિસ્તારના એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ જેવા કે, (૧) કાંગશિયાળીથી ગોંડલ ચોકડી અને (૨) કાલાવડ રોડ સુધીના પોઈન્ટ ખાતેથી કુલ ૧.૫ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ, તેમજ પૂર્વ…

Read More

श्रम संसाधन एवं जिला नियोजन कार्यालय के कार्यों की समीक्षा की – जिलाधिकारी यशपाल सिंह मीणा 

हिन्द न्यूज़, बिहार           वैशाली जिलाधिकारी यशपाल सिंह मीणा द्वारा अपने सभागार कक्ष में श्रम संसाधन एवं जिला नियोजनालय कार्यालय के कार्यों की समीक्षा की गई। जिसमें श्रम अधीक्षक के द्वारा बताया गया कि अभी तक विमुक्त कराए गए कुल 80 योग्य बाल श्रमिकों के नाम से ₹25000 की दर से राशि फिक्स डिपाजिट कराई गई है। इस वित्तीय वर्ष 2023-24 में धावा दल के माध्यम से कुल 35 बाल श्रमिकों को विमुक्त किया गया है ।   वैशाली जिलाधिकारी यशपाल सिंह मीणा द्वारा प्रखंड बार लोक…

Read More

ભાવનગર મહાનગરપાલિકાની મુસદ્દારૂપ નગર યોજના નં. ૩૨ શામાપરા (સિદસર)ને આખરી કરવાં માટે નગરરચના અધિકારી તરીકે એલ. આર.શેઠની નિમણૂંક કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર મહાનગરપાલિકાની મુસદ્દારૂપ નગર યોજના નં. ૩૨ શામપરા (સિદસર)ને આખરી કરવાં માટે નગરરચના અધિકારી તરીકે એલ.આર.શેઠની નિમણૂંક કરવામાં આવી છે. નગર નિયોજકના હોદ્દાની રૂએ તેઓએ તા.૨૬-૧૦-૨૦૨૩ ના રોજ આ હોદ્દો સંભાળી લીધો છે. આ બાબતે હીત ધરાવતી કે અસરગ્રસ્ત વ્યક્તિઓને ગુજરાત સરકારના રાજ્યપત્રમાં આ અધિસૂચના પ્રસિધ્ધ થયાનાં ૨૦ દિવસની અંદર તેમના વાંધા નગર રચના અધિકારીને જણાવવાના રહેશે. શામપરા (સિદસર)ની નગરરચના અંગેના દસ્તાવેજો કચેરી સમય દરમિયાન નીરીક્ષણ કરી શકશે. આ ઉપરાંત કચેરીમાં દસ્તાવેજોની સમજૂતી આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમ નગર રચના અધિકારી તથા…

Read More

ઉમરાળા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર        રાજ્ય સરકારનાં આદેશ અનુસાર તા.૨૨/૧૧/૨૦૨૩ ને બુઘવારનાં રોજ ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી, ઉમરાળા ખાતે મુખ્યમંત્રીનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ગ્રામ્ય કે તાલુકા કક્ષાનાં પ્રશ્નો નિકાલ કરવા માટે રાખવામાં આવેલ છે. આથી પ્રશ્નો માટે અરજદાર પાસેથી તા.૧૦/૧૧/૨૦૨૩ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવેલ છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનાં મથાળા નીચે મામલતદાર, ઉમરાળાને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. જે પ્રશ્નો અંગે કોર્ટ કેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહી. આ કાર્યક્રમમાં અરજદારે જાતે…

Read More

“સ્વચ્છતા હી સેવા” ભાવનગરના ફરિયાદકા ગામે સફાઇ અભિયાન હાથ ધરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર           ભાવનગરના ફરિયાદકા ગામે સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ બનાવવા ઉદ્દેશ સાથે આ સમગ્ર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનની સફળતાનો શ્રેય રહેવાસીઓના ઉત્સાહ અને સમર્પણને તેમજ આંગણવાડીના કર્મયોગીઓને આપી શકાય છે. તેઓએ સફાઈ અભિયાનનું આયોજન કર્યું, કચરો દૂર કર્યો અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવી હતી.

Read More

સુન્ની સુમરા એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – રાજકોટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ       રાજકોટ ખાતે ગત તારીખ 29-10-2023, રવિવાર ના રોજ બપોરે 2:00 વાગ્યે થી 07:00 વાગ્યા સુધી હેમુગઢવી હોલ માં ધોરણ 8 થી લઈ ઉચ્ચ શિક્ષણ સુધીના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ યોજાયો. આ શૈક્ષણિક કાર્યક્રમમાં રાજકોટ ના મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, શૈક્ષણિક મહાનુભાવો, ખાનગી શાળા સંચાલકો, રાજકીય આગેવાનો તેમજ સુમરા જમાતના આગેવાનો, PSI જાવેદભાઈ ડેલા, ફાયર ઓફિસર રહીમભાઈ એ. જોબણ, હનીફભાઇ એસ. ઘાડા (એડવોકેટ), હનીફભાઇ એચ પતાણી (ઉદ્યોગપતિ), વગેરે લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ માં 101 બાળકો ને શિલ્ડ અને સર્ટિફિકેટ તેમજ 250 બાળકો ને…

Read More

“સ્વચ્છતા એ જ સેવા” ભાવનગર જિલ્લાની તમામ KGBV મા સ્વચ્છતા અભિયાન

હિન્દ ન્યુઝ, ભાવનગર  “સ્વચ્છતા હી સેવા”ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન શરૂ થયું છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ વિસ્તારોમાંથી કચરો, ગંદકી દૂર કરીને આ વિસ્તારો સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવી રહ્યા છે.   આજ રોજ “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત ભાવનગર જિલ્લાની તમામ KGBV મા સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત KGBV કાત્રોડી, KGBV શામપરા અને KGBV શેત્રુંજી ડેમ ખાતે સફાઈ ની કામગીરી કરવામાં આવી.

Read More

ધારાસભ્ય શ્રીમતિ સેજલબેન પંડ્યા તથા મેયર ભરતભાઈ બારડની ઉપસ્થિતિમાં યોજાયો ઉદ્ઘાટન સમારોહ

હિન્દ ન્યુઝ, ભાવનગર       કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કહ્માણ તથા રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના અધ્યક્ષતામાં ભાવનગર લોકક્સભા ક્ષેત્રમાં રમત-ગમત અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૩નું આયોજન કરવામાં આવેલ હતું, જે અંતર્ગત તાલુકા કક્ષાનો રમતોત્સવ તા.૧૯, ર૦, ૨૧ ઓક્ટોબર દરમિયાન ભાવનગર અને બોટાદ જિલ્લાના વિવિદ્ય તાલુકાઓમાં યોજાયેલ હતો.આજ રોજ તા.૨૮ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે ધારાસભ્ય શ્રીમતિ સેજલબેન પંડયા, મેયર ભરતભાઇ બારડ, ડેપ્યુટી મેયર શ્રીમતિ મોનાબેન પારેખ, શહેર ભાજપ પ્રમુખ અભસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં સાંસદ…

Read More

ભાવનગર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ટપાલ ટીકીટ પ્રદર્શન ભાવપેક્ષ-૨૦૨૩ નું સમાપન

હિન્દ ન્યુઝ, ભાવનગર   શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી એન્ડ સીટી મ્યુઝિયમ સરદારનગર ખાતે યોજાયેલા દ્વી-દિવસીય જિલ્લા કક્ષા ટપાલ ટિકિટ પ્રદર્શન -ભાવપેક્ષ ૨૦૨૩ નો બંને દિવસના અંતે ભાવનગરની વિવિધ શાળામાંથી નવ થી દસ હજાર વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન આજે ફિલાટેલી સેમિનાર અને ક્વીઝ સ્પર્ધા યોજાયેલ હતી, તેમાં ભાવનગરની વિવિધ શાળાઓમાંથી ૧૬ શાળાના બાળકોને પસંદ કરવામાં આવ્યા હતા અને તેમની વચ્ચે ફીલાટેલી વિશે ક્વિઝ કોમ્પીટીશન યોજાઈ હતી. આ કોમ્પિટિશનને અંતે ફાઇનલમાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આજના દિવસે સંત શિરોમણી શ્રી બજરંગદાસબાપાના…

Read More