ક્રિષ્ના નવરાત્રી મહોત્સવ કાલાવડ ખાતે બજરંગ દળ – કાલાવડ પ્રખંડ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, કાલાવડ        જામનગર જિલ્લાના કાલાવડ ખાતે “ક્રિષ્ના નવરાત્રી મહોત્સવ” માં બજરંગ દળ – કાલાવડ પ્રખંડ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું. આ શસ્ત્ર પૂજન કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ કાલાવડ પ્રખંડ સહમંત્રી હિમાંશુ જાની દ્વારા પૂજન અને મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય બાદ શસ્ત્ર પૂજન કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ. જેમાં 35 થી વધુ બજરંગીઓ દ્વારા શસ્ત્રોનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું હતું.         બજરંગ દળ – કાલાવડ પ્રખંડ દ્વારા ક્રિષ્ના નવરાત્રી મહોત્સવમાં યોજવામાં આવેલ આ શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લા અધ્યક્ષ…

Read More

ઉના તાલુકામાં દરિયાકિનારે તેમજ ધાર્મિક સ્થળોએ થઈ સ્વચ્છતા ઝૂંબેશ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓ ગ્રામ્યસ્તરે પણ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં પોતાની સહભાગીદારી નોંધાવી રહ્યાં છે ત્યારે ઉના તાલુકાના ધાર્મિક સ્થળોએ તેમજ દરિયાકિનારે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવેલ હતું. સ્વચ્છતા હી સેવા અન્વયે બીજા રવિવારે થીમ આધારિત સફાઈ અંતર્ગત ઉના તાલુકાના ગુપ્ત પ્રયાગ ધાર્મિક સ્થળે ગ્રામ્ય અને શહેરના સંયુક્ત ઉપક્રમે સાફ સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઉના તાલુકાના નલિયા માંડવી દરિયા કિનારે પણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિકની નકામી બોટલો સહિત કાગળના ડૂચાઓ, લાકડાના નકામા કટકા, થર્મોકોલ સહિતનો કચરો એકત્રિત…

Read More

કોડીનાર તાલુકામાં ધાર્મિક સ્થળો પર કરવામાં આવી સફાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અભિયાનને જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે ત્યારે રાજ્યના આ ચાર પખવાડીયાના મહા સ્વચ્છતા અભિયાનમાં બીજા રવિવારે ગીર સોમનાથ જિલ્લામાં પણ સ્વચ્છતા કેલેન્ડર મુજબ ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી હતી. “સ્વચ્છતા હી સેવા” સફાઇ અભિયાન હેઠળ બીજા રવિવારે થીમ આધારિત સફાઈ અંતર્ગત કોડીનાર નગરપાલિકાના શહેરમાં આવેલ વિરાટનગર હનુમાનજી મંદિર તથા શહેરના મેઇન રસ્તાઓની સફાઇ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કોડીનાર શહેરના સફાઇ કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા ઝૂંબેશની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Read More

તાલાલામાં પરશુરામ ચોક, GVP પોઇન્ટ, સહિતના વિસ્તારની સાફ સફાઈ કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર રસોમનાથ રાષ્ટ્રવ્યાપી “સ્વચ્છતા હી સેવા” કેમ્પેઇન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં સફાઇ અભિયાન વેગવંતુ બની રહ્યુ છે. ત્યારે “સ્વચ્છતા હિ સેવા” સ્વચ્છતા ઝૂંબેશ હેઠળ વિવિધ સ્થળોની સાફ સફાઇ એક અભિયાન રૂપે કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે તાલાલામાં શહેરના એન્ટ્રી પોઈન્ટ ,પરશુરામચોક,GVP પોઇન્ટ, સહિતના વિસ્તારની સાફ સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા હી સેવા કેમ્પેઇન અંતર્ગત તાલાલા નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ તમામ GVP પોઇન્ટની સાફ સફાઈ કરવામાં આવી અને કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો તેમજ દવા છટકાવ કરવામાં આવ્યો હતો.અને તાલાલા શહેરમાં રાત્રી સફાઇમાં શહેરના એન્ટ્રી પોઈન્ટ પરશુરામ ચોક…

Read More

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત મ્યુઝિયમમાં કરવામાં આવી સફાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ એટલે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં પ્રભુનો વાસ છે. વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીની આગેવાની તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન અંતર્ગત દેવાધિદેવ મહાદેવ જ્યાં બિરાજમાન છે એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથની ભૂમિમાં આવેલા અને યાત્રિકોને સાંસ્કૃતિક વારસાથી માહિતગાર કરતા મ્યુઝિયમની સફાઈ કરવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટના ટૂરિસ્ટ ફેસેલિટી સેન્ટર ખાતે આવેલા મ્યૂઝિયમ સહ પ્રદર્શન કેન્દ્રમાં સોમનાથનો ભવ્ય ઈતિહાસ ઉજાગર કરતા ઐતિહાસિક સ્તંભથી લઈ પુરાતન પ્રતિમાઓ દર્શાવવામાં આવેલ છે. અહીં આવતા યાત્રિકો આ તમામ સ્થાપત્ય નિહાળી…

Read More