કોળીયાક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમાન ભવ અંતર્ગત મેડિકલ કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગરના કોળીયાક સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ: કાર્યક્રમ અંતર્ગત તા 5 ઓકટોબર નાં રોજ સવારે ૯ થી ૧ મેડિકલ કેમ્પ યોજાયો હતો.  જેમાં માનસિક રોગ, ફિઝિશિયન, સ્રી રોગ નિષ્ણાંત, આંખના સર્જન, કાન નાક ગળાના નિષ્ણાત, લેબોરેટરી વગેરે કામગીરી કરવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં આર.સી.એચ. ડો. કોકીલાબેન સોલંકી, એપેડેમીક અધિકારી ડો. ચંદ્રકાન્ત કણઝરીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. સુફિયાનભાઇ લાખાણી, રાજભાઇ ભાટિયા, હિરેનભાઇ મિસ્ત્રી, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઇ પંડીત, શ્રી જીવણભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.  આ કાર્યક્રમને સફળ બનાવવા…

Read More

લઘુતમ ટેકાના ભાવે મગફળી ખરીદી વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ

હિન્દ ન્યુઝ, ભાવનગર       લઘુતમ ટેકાનાં ભાવે મગફળી ખદીરી વર્ષ ૨૦૨૩-૨૪ તા.૧૬/૧૦/૨૦૨૩ સુધીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન ખેડુતોએ પોતાનાં ગામની નોંધણી કરાવી શકાશે. ગ્રામપંચાયત ખાતે “વિલેજ કોમ્પયુટર એન્ટરપ્રીનોર” (V.C.E) પાસે અથવા નજીકમાં APMC કેન્દ્ર ખાતે પણ ખેડુતો નોંધણી કરાવી શકશે.  જેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત રહેશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેંટ જેવા કે, આધાર કાર્ડ (ફરજીયાત), ૭/૧૨, ૮ – અ નકલ (અદ્યતન), ફોર્મ નંબર -૧૨ માં વાવેતરની નોંધ ના હોઇ તો મગફળીનો પાક જે તે સર્વે નંબરમાં વાવેતર કર્યાનો તલાટીનો દાખલો, બેન્ક પાસબુક અને IFSC કોડ અથવા કેન્સલ ચેક આધાર કાર્ડ રજીસ્ટ્રેશન…

Read More

ભાવનગર જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૬ ઓકટોબર ના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  જિલ્લા કક્ષાનો માહે:ઓક્ટોબર-૨૦૨૩ નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૬/૧૦/૨૦૨૩ નાં રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજવામાં આવનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે, અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૧૦/૨૦૨૩ સુધીમાં કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા નિવાસી અધિક…

Read More

ભાવનગર તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫ ઓકટોબરના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  માહે ઓક્ટોબર- ૨૦૨૩નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૫/૧૦/૨૦૨૩ નાં રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવનાર છે. જેમાં જિલ્લા કલેકટરશ્રી- પાલિતાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉમરાળા તથા પોલીસ અઘિક્ષક – ભાવનગર ગ્રામ્યનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ અન્ય તાલુકા સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ નાં અધિકારીશ્રીઓ સંચાલન કરશે અને લોકોનાં પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. જાહેર જનતાને સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયના પડતર પ્રશ્નો/રજુઆત જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ- સરનામા અને મોબાઇલ નંબર સાથે તા.૧૦/૧૦/૨૦૨૩…

Read More

શિહોર તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫ ઓકટોબરના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર         શિહોર તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫/૧૦/૨૦૨૩ને બુધવારનાં રોજ સવારના ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, શિહોર ખાતે પ્રાંત અધિકારીશ્રી, સિહોરનાં અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નોની લેખીત રજુઆત અરજદારશ્રીએ તા.૧૧/૧૦/૨૦૨૩ સુધીમાં મામલતદાર કચેરી, શિહોર ખાતે મોકલી આપવાની રહેશે.  તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા કોઇ પણ અરજદારે ગ્રામ્ય કક્ષાએ પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી-કમ-મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઇએ અને તેનો નિકાલ થયો ન હોય તો જ અરજી કરી શકાશે. તાલુકા કક્ષાએ પ્રશ્ન હોય તો…

Read More

જસદણ આરામગૃહ ખાતે બે નવા રૂમ નુ ખાતમુહુર્ત કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જસદણ      જસદણ વિછીયા રોડ પર આવેલ આરામ ગૃહ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે બે નવા રૂમ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ તકે અનિલભાઈ મકાણી, સોનલબેન વસાણી, પંકજભાઈ ચાંવ, મુળજીભાઈ રાજપરા, ચંદુભાઈ કચ્છી, હિતેશભાઈ હણ સહિતના ભાજપના આગેવાન અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Read More

ગીર સોમનાથમાં જિલ્લાના સુત્રાપાડા તાલૂકાનાં પ્રાચી ખાતે તાલુકાકક્ષાનાં મિલેટ મહોત્સવની થશે ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-૨૦૨૩‘ હેઠળ ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત, ગીર સોમનાથ દ્વારા મિલેટ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તાલુકા કક્ષાના મિલેટ મેળાનું  આયોજન કરવામાં આવી રહ્યુ છે.જે અંતર્ગત તા.૬ ઓક્ટોબરના રોજ સુત્રાપાડા તાલુકાનો  તાલુકા કક્ષાના મિલેટ મેળો કારડિયા રાજપૂત સમાજની વાડી પ્રાચી ખાતે સવારે ૯:૦૦ કલાકે યોજાશે જેમા ખેડુતોને અદ્યતન ખેતી પદ્ધતિ વિષે તેમજ તૃણ ધાન્યોના વાવેતર વધારવા સહિતની બાબતો પર ખેડૂતોને અપાશે માર્ગદર્શન અને ખેડૂત મિત્રો સહિત આ મિલેટ મહોત્સવનો બહોળા પ્રમાણમાં લાભ લેવા માટે જાહેર જનતાને વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Read More

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં સત્તરમા યુવક મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       આધુનિક સમયમાં સંસ્કૃત અને રમત-ગમતનો સમન્વય કરતાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પરિસરમાં ૧૭માં યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોત્સાહન અને પ્રગતિ દ્વારા પ્રસિદ્ધિ મેળવવી તે આ યુવક મહોત્સવનું લક્ષ્ય છે. આ મહોત્સવ પૂર્વે સવારે ૮:૦૦ કલાકે ટાવર ચોકથી યુનિવર્સિટી પરિસર સુધી એક સુંદર સંસ્કૃત શોભાયાત્રા પણ નીકળી હતી. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાન્ત કુમાર સેનાપતિ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જયદેવભાઇ જાની તેમજ ગીર-સોમનાથ અગ્રણી મહેન્દ્રભાઇ પીઠિયાના હસ્તે શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના પદાધિકારીઓ, ગુજરાતભરમાંથી પધારેલા તમામ સ્પર્ધકો, અધ્યાપકો / અધ્યાપિકાઓ અને યુનિવર્સિટી…

Read More

ગીર સોમનાથમાં આંકોલવાડી ખાતે મિલેટ મહોત્સવની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ         પૌષ્ટિક ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) તેમજ પ્રાકૃતિક ખેતીથી પકવેલા મિલેટ્સનો મહત્તમ ઉપયોગ કરવા લોકોને પ્રેરણા મળી રહે એવા હેતુસર વર્ષ ૨૦૨૩માં ‘ઇન્ટરનેશનલ મિલેટ યર’ની ઉજવણી થઈ રહી છે. જેના ઉપક્રમે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ મિલેટ્સ એટલે કે જાડા ધાન્યોમાં રહેલા પોષકતત્વો અને સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભહેતુથી સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ જ ઉપક્રમે ગીર સોમનાથના આંકોલવાડી ખાતે મિલેટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે પધારેલ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબહેન મૂછાર દ્વારા પોતાના…

Read More