શહેરના વિવિધ એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ ખાતેથી કુલ ૫.૮ ટન કચરાનો નિકાલ

“સ્વચ્છતા હી સેવા” અભિયાન: હિન્દ ન્યુઝ, રાજકોટ “સ્વચ્છતા એ જ સેવા” અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૩થી તા.૧૬/૧૨/૨૦૨૩ દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા. ૨૫/૧૦/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ ખાતેથી ૫.૮ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ. શહેરના પશ્ચિમ ઝોન વિસ્તારના એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ જેવા કે, (૧) કાલાવડ રોડ, (૨) કાંગશિયાળીથી ગોંડલ ચોકડી અને (૩) ગોંડલ ચોકડીથી પુનીતનગર સર્કલ સુધીના પોઈન્ટ ખાતેથી કુલ ૩.૫…

Read More

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટ દ્વારા સારસ્વત શિક્ષકનું સન્માન

“શિક્ષણ દેવો ભવ:” હિન્દ ન્યુઝ, સુરત         શિક્ષકનું માન અને ગૌરવ વધારવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટનો આ કાયમી પ્રોજેક્ટ છે. દર અઠવાડિયે એક સારસ્વત શિક્ષકનું સન્માન કરી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષક આલમમાં સારા વિચારોનું વાવેતર કરવાનો પ્રયાસ થશે. બદલાયેલા વાતાવરણમાં સારા નાગરિકોનું ઘડતર ખુબ જરૂરી છે. બાળકોમાં વધતી આત્મહત્યા, ડ્રગ્સનું વ્યસન કે ટપોરીવેડા જેવા વર્તન ચિંતાજનક છે. ત્યારે આ યુવાધનને માત્ર શિક્ષક જ બચાવી શકે તેમ છે અને શિક્ષક બાળક કે વાલીને કશું કહી શકતો નથી એટલે તે…

Read More

રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ ના સ્થાપના દિવસ નિમિત્તે જસદણમાં વિજયાદશમીના દિવસે શસ્ત્રપૂજન અને પથ સંચલનનું આયોજન થયું

હિન્દ ન્યુઝ, જસદણ      જસદણ શહેર અને તાલુકાના આરએસએસ સ્વયંસેવક સંઘ દ્વારા જસદણ વેણીલાલ સ્કૂલ માં શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતુ ત્યાર બાદ આરએસએસ દ્વારા જસદણની બજારોમાં સંઘ ના સ્વયંસેવકો પૂર્ણ ગણવેશ, શીસ્તબદ્ધ અને અનુશાસન, સંચલનમાં નીકળ્યા હતા. આ સંચલન વેણીલાલ સ્કૂલ થી શરુ કરી છત્રી બજાર, ટાવરચોક, મોતીચોક, DSVK હાઈસ્કુલ, સિવિલ હોસ્પિટલ, ગોકુલ ચોક, આંબેડકર ચોક, જૂના બસ સ્ટેન્ડ થઈ લાતી પ્લોટ થઈ ને વેણીલાલ સ્કુલ એ પૂર્ણ થયું. રસ્તામાં માર્ગો પર સમાજના લોકો એ સંઘ અને સંઘ મા આગળ પરમ પવિત્ર ભગવા ધ્વજ ને પુષ્પ વર્ષા કરી સ્વાગત…

Read More