રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ ના સ્થાપના દિવસ નિમિત્તે જસદણમાં વિજયાદશમીના દિવસે શસ્ત્રપૂજન અને પથ સંચલનનું આયોજન થયું

હિન્દ ન્યુઝ, જસદણ

     જસદણ શહેર અને તાલુકાના આરએસએસ સ્વયંસેવક સંઘ દ્વારા જસદણ વેણીલાલ સ્કૂલ માં શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતુ ત્યાર બાદ આરએસએસ દ્વારા જસદણની બજારોમાં સંઘ ના સ્વયંસેવકો પૂર્ણ ગણવેશ, શીસ્તબદ્ધ અને અનુશાસન, સંચલનમાં નીકળ્યા હતા. આ સંચલન વેણીલાલ સ્કૂલ થી શરુ કરી છત્રી બજાર, ટાવરચોક, મોતીચોક, DSVK હાઈસ્કુલ, સિવિલ હોસ્પિટલ, ગોકુલ ચોક, આંબેડકર ચોક, જૂના બસ સ્ટેન્ડ થઈ લાતી પ્લોટ થઈ ને વેણીલાલ સ્કુલ એ પૂર્ણ થયું.

રસ્તામાં માર્ગો પર સમાજના લોકો એ સંઘ અને સંઘ મા આગળ પરમ પવિત્ર ભગવા ધ્વજ ને પુષ્પ વર્ષા કરી સ્વાગત કર્યું અને ભારતમાતા કી જય ના નારા સાથે રાષ્ટ્ર ના કાર્ય મા સમાજ પણ સહભાગી થયો. જેમાં ગોંડલ જિલ્લાના જિલ્લા કાર્યવાહ વિજયભાઈ રાબડીયા ઉપસ્થિત ખાસ રહ્યા હતા.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment