ભાવનગર જિલ્લો પાલીતાણા સરકારી કોલેજ ખાતે ટીબી જાગૃતિ કાર્યક્રમ યોજાયો

“સ્વચ્છતા હી સેવા” હિન્દ ન્યુઝ, ભાવનગર  પાલીતાણા ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે સપ્તધારા સામુદાયિક સેવા પ્રકલ્પ તેમજ સર માનસિંહજી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે કોલેજમાં ટીબી જાગૃતિના સંદર્ભે વક્તવ્ય અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં પાલીતાણા સરકારી હોસ્પિટલના ડો. કે.સી ભટ્ટ અને ડો. પંડ્યા દ્વારા ટીબી રોગ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા. જેમાં અલગ અલગ વિષય પર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં કોલેજના આચાર્ય ડો. સુનીતા નિમાવત દ્વારા કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રથમ ક્રમાંક સહિતના ક્રમાંક આપી વિદ્યાર્થીઓને ઇનામ…

Read More

ભાવનગરમાં મોતીબાગ ટાઉનહોલની સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ ઝુંબેશ

‘સ્વચ્છતા હી સેવા’ હિન્દ ન્યુઝ, ભાવનગર   રાજ્યભરમાં આગામી બે મહિના સુધી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે ભાવનગરમાં મોતીબાગ ટાઉનહોલ ખાતે સફાઇ અભિયાન હાથ ધરાયું હતું.   રાજ્યમાં ચાલી રહેલા વિવિધ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોને આગામી વધુ બે મહિના સુધી એટલે કે તા.૧૫ ઓક્ટોબર થી ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યુ છે. ત્યારે વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે તા.૧૬ ઓક્ટોબર થી ૨૧ ઓક્ટોબર દરમ્યાન રાજ્યભરના શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝિયમ, હેરિટેજ બિલ્ડિંગ, પુરતત્વીય સાઇટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્ત્રોતો, સમુદ્ર કિનારાની સફાઇ વિશેષ ‘સફાઈ અભિયાન’ અંતર્ગત હાથ ધરવામાં આવી…

Read More

ભાવનગર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ડેમ અને નહેરોની સફાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા તા.૧૫ ઓક્ટોબરથી તા.૧૫ ડીસેમ્બર સુધી દૈનિક ધોરણે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે ભાવનગર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત બે મહિના સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ છે. જેમાં થીમ આધારિત સફાઈ અભિયાનના ભાગરૂપે ૨૧ ઓક્ટોબર સુધી શહેર અને ગ્રામ્ય વિસ્તારના નદી, તળાવ,સમુદ્ર કિનારા સહિતના સ્થળોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહી છે.  જેના ભાગરૂપે ભાવનગર જળ સિંચન વિભાગ દ્વારા ભાવનગર હસ્તકના શેત્રુંજી ડેમ, રજાવળ ડેમ, ખારો ડેમ, હમીરપરા ડેમ તેમજ લાખણકા ડેમ તેમજ શેત્રુંજી…

Read More

ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય તૃણ ધાન્ય વર્ષ અંતર્ગત જિલ્લા કક્ષાનો પાક પરીસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર      સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ ૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય તૃણ ધાન્ય વર્ષ-૨૦૨૩ તારીખે ઉજવવાનું નક્કી કરેલ છે જે અનુસંધાને એન.એફ.એસ.એમ (નેશનલ ફૂડ શિકયોરિટી મિશન) ન્યુટ્રીસિરિયલ યોજના હેઠળ ભાવનગર જિલ્લા કક્ષાનો પાક પરીસંવાદ અને કૃષિ પ્રદર્શનનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી જયશ્રીબેન જરૂ ના અધ્યક્ષ સ્થાને અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ હોલ ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જયશ્રીબેન જરૂ દ્વારા ઉદ્બોધન કરતા જણાવેલ કે આપ સૌ ખેડૂત મિત્રો જે પ્રકારે ખેતીકાર્યો કરી રહ્યા છો તે ખરેખર સરાહનીય કાર્ય છે તેમજ આ…

Read More

સ્વચ્છતા હી સેવા અંતર્ગત કોડીનારમાં ધાર્મિક સ્થળો અને ગરબી ચોકની સફાઈ ઝૂંબેશ હાથ ધરાઈ

ગીર સોમનાથ       વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ૧૫ સપ્ટેમ્બરથી ૦૨ ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્વચ્છતા હી સેવા અભિયાનને ગુજરાતમાં જનભાગીદારીથી વધુ બે મહિના સુધી આગળ ધપાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જે અંતર્ગત ગીર સોમનાથમાં પણ ગ્રામ્ય સ્તરથી લઈ શહેરી વિસ્તાર સુધી સફાઈ અભિયાન વેગવંતુ બન્યું છે. સફાઈ અભિયાન અંતર્ગત કોડીનારમાં થીમ આધારિત સફાઈ કરવામાં આવી હતી. “સ્વચ્છતા હી સેવા” સફાઇ અભિયાન હેઠળ કોડીનાર નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ ધાર્મિક સ્થળો તથા ગરબી ચોકની સફાઇ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં…

Read More

વેરાવળમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત ચોપાટી સહિતના વિસ્તારની સાફ સફાઇ કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        “સ્વચ્છતા હી સેવા” સફાઇ અભિયાન હેઠળ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરમાં નદી તળાવ અને ચોપાટીની સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સાફ સફાઇ કરવામાં આવી હતી. આ સ્વચ્છતા હી સેવા કેમ્પેઇન અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા  દ્વારા શહેરમાં દેવકા નદી, સોમનાથ સરોવર, ભાલકા સરોવર સહિત નદી-સરોવરની સાફ સફાઇ કરવામાં આવી હતી તેમજ શહેરમાં આવેલ  ચોપાટી વિસ્તાર અને સમુદ્ર કિનારાની વિસ્તાર સહિતની સાફ સફાઇ કરવામાં આવી હતી. આ સાફ સફાઇ  વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.

Read More

સુત્રાપાડા નગરપાલિકા દ્વારા પૂરઝડપે ચાલુ સ્વચ્છતા હી સેવા અભિયાન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  “સ્વચ્છતા હી સેવા” સફાઇ અભિયાન હેઠળ સુત્રાપાડા નગરપાલિકા દ્વારા શહેરમાં, ધાર્મિક સ્થાનો સહિતની જગ્યાઓ અને આસપાસના વિસ્તારની સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સાફ સફાઇ  કરવામાં આવી હતી. સુત્રાપાડા નગરપાલિકા ચીફ ઓફિસર મૌલિકભાઈ વૈંશના માર્ગદર્શન હેઠળ શહેરમાં સૂર્યકુંડ, ચ્યવનઋષિ આશ્રમ, ચ્યવન કુંડ તેમજ તેની આજુબાજુના વિસ્તારની સફાઇ કરવામાં આવી હતી. આ ‘સ્વચ્છતા હી સેવા’ સફાઇ અભિયાન હેઠળ સુત્રાપાડા નગરપાલિકાના પ્રમુખ રમેશભાઇ વડાંગર, સેનીટરી ઇન્સ્પેક્ટર હરદીપસિંહ ખેર, સુપરવાઇઝર તથા સફાઈ કામદાર દ્રારા સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

Read More