એશિયા રેઝિલિયન્ટ સિટીઝ (ARC) પ્રોજેક્ટ અંગે રાજકોટ મહાનગરપાલિકા અને યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) દ્વારા બીજા તબક્કાનો બે દિવસીય વર્કશોપ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ       બદલી રહેલા પર્યાવરણ અને આબોહવા સંબંધી વિવિધ સમસ્યાઓના ઉકેલ લાવવા માટે એક ઇન્ટરનેશનલ ઈનિશિએટિવ “એશિયા રેઝિલિયન્ટ સિટીઝ પ્રોજેક્ટ”માં યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) દ્વારા એશિયાના ચાર શહેરોનો સમાવેશ થઇ રહ્યો છે જે પૈકી ભારતના એકમાત્ર રાજકોટ શહેરને પાર્ટનર સિટી તરીકે જાહેર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને બીજા તબક્કાના વર્કશોપનું તા. ૦૫ અને ૦૬ ઓક્ટોબરના રોજ રાજકોટમાં ખાતે આયોજન કરવામાં આવેલ છે, જેનો આજે તા.૦૫ ના રોજ સવારે માન. મેયરશ્રીનયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન…

Read More

ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ટાઉન પ્લાનીંગ ઑફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ      મ્યુનિ. કમિશ્નર આનંદ પટેલ ની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઑફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૫/૧૦/૨૦૨૩ ના રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.૩માં સાધુવાસવાણી કુંજ રોડ પર ટી.પી. સ્કીમ નં.૧૯(રાજકોટ) નાએફ.પી.નં. ૧૩/બી, એસ.ઈ. ડબ્લ્યુ.એસ. હાઉસિંગ હેતુના અનામત પ્લોટ માંથી ૬-ઝુંપડા તથા મોહન પાર્ક વિસ્તારમાં એફ.પી.નં. ૧૬/ઈ, ગાર્ડન હેતુના અનામત પ્લોટ માંથી ૧ ટોયલેટ તેમજ વોર્ડનં.૨માં એચ.સી.જી. હોસ્પિટલ પાછળ ટી.પી. સ્કીમ નં.૯ (રાજકોટ) ના એફ.પી.નં.આર-૧, રહેણાંક વેચાણ હેતુનાં અનામત પ્લોટમાંથી ૮ ઝુંપડાનું થયેલ ગેરકાયદેસર બાંધકામ દુર…

Read More

મે. ચિત્રા (બી) પબ્લીસીટી કંપનીએ લાયસન્સ ફી રકમની ચુકવણી નહીં કરતા ૧૦ વર્ષ માટે ડીબાર / બ્લેકલીસ્ટ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ રાજપથ લી. દ્વારા શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર હોર્ડીંગ બોર્ડ મારફત તેમજ શહેરમાં વિવિધ સ્થળોએ આવેલ બસ સ્ટોપ પર જાહેરાત પ્રસિધ્ધ કરવાના રાઈટ્સ વિવિધ એજન્સીઓને આપવામાં આવેલ છે. જે એજન્સીઓ દ્વારા તેઓને આપવામાં આવેલ રાઈટ્સના અનુસંધાને રાજકોટ રાજપથ લી.ને નિયમિત ધોરણે લાયસન્સ ફીની રકમ ચુકવવાની થાય છે. મે. ચિત્રા (બી) પબ્લીસીટી કંપનીને બી.આર.ટી.એસ. કોરીડોર પર ૧૧ યુનિપોલ અને ૦૪ ઓબ્લીગેટરી સ્પાન પર જાહેરાત પ્રસિધ્ધ કરવાના હક્ક તા.૦૯/૦૭/૨૦૨૩ સુધીની મુદ્દત માટે તથા૦૫ યુનિપોલ પર જાહેરાત પ્રસિધ્ધ કરવાના હક્ક તા.૨૬/૧૦/૨૦૨૩ સુધીની મુદ્દત માટે…

Read More

મૂળ લાભાર્થીને સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડ્યે ૧૮ આવાસ સીલ

હિન્દ ન્યુઝ, રાજકોટ           રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ અલગ સ્થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે અન્વયેછત્રપતિ શિવાજી ટાઉનશીપ – પોપટપરા, લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપ – પોપટપરા, ચંદ્ર શેખર આઝાદ ટાઉનશીપ – પોપટપરા, ખાતે મૂળ લાભાર્થીના સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડેલ હોય નોટીસ આપવામાં આવેલ. જે અન્વયે તા.૦૩/૧૦/૨૦૨૩ અને તા.૦૫/૧૦/૨૦૨૩ નાં રોજ કુલ મળી૧૮ (અઢાર) આવાસો આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે.

Read More

છોટાઉદેપુર ખાતે “વાઇબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ છોટાઉદેપુર” (VGVC) કાર્યક્રમ યોજાયો

છોટાઉદેપુર           રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વાઇબ્રન્ટ સમિટને ૨૦ વર્ષ પૂર્ણ થતાં તેના ભાગરૂપે જિલ્લા કક્ષાએ “વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ છોટાઉદેપુર” પ્રી-સમીટનું આયોજન આજરોજ તા.૦૭/૧૦/૨૦૨૩નાં રોજ સવારે જીલ્લા પંચાયત કોન્ફરન્સ ખાતે યોજાઈ હતી. જેમાં જીલ્લાના પ્રભારીમંત્રી ભીખુસીહ પરમારના અધ્યક્ષ સ્થાને ગુજરાતમાં પ્રથમ વખત દરેક જીલ્લામાં આવી પ્રી-સમિટ યોજાઈ હતી. જેમ ગાંધીનગરમાં છેલ્લા ૨૦ વર્ષથી વાઈબ્રન્ટ ગુજરાત દેશ અને દુનિયાના ઉદ્યોગકારો માટે યોજાય છે તેમ ગુજરાતના દરેક જીલ્લામાં આવી વાઈબ્રન્ટ સમિટ આ વખતે યોજાઈ રહી છે. અહી જીલ્લા કક્ષાના નાના-નાના ઉદ્યોગકારો, કારીગરો, વાંસ, માટીના વાસણો, મૂર્તિ, સંખેડાનું ફર્નિચર બનાવનાર,…

Read More

જામખંભાળીયા ખાતે જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત તાલીમ અને પ્રેરણા પ્રવાસ નું આયોજન

હિન્દ ન્યુઝ, જામખંભાળીયા  પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદ અને વાસ્મો જામખંભાળિયા(-દ્વારકા ) સાથે મળી આયોજન કરેલ       જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત જામખંભાળિયા (દ્વારકા ) જીલ્લાના ભાણવડ, ખંભાળિયા, ઓખા, કલ્યાણપુર એમ ચાર તાલુકાના 12 ગામના પાણી સમિતિના સભ્યો અને પંચાયતના સભ્યો ગ્રામ આગેવાનો મળી 60 લોકો સહભાગી બન્યા. પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયના સહયોગથી ચાલતી સ્વયમસેવી સંસ્થા છે. ડૉ વિક્રમ સારાભાઈ દ્વારા સ્થાપિત નેહરુ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ અંતર્ગત કાર્ય કરતી આ સંસ્થા સમગ્ર દેશ-વિદેશમાં 40 થી વધારે ઓફિસોના નેટવર્ક દ્વારા જળ, જમીન, જંગલ, જાનવર અને…

Read More

જલ જીવન મિશન અંતર્ગત તાલીમ અને પ્રેરણા પ્રવાસ

હિન્દ ન્યુઝ, જામનગર પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદ અને વાસ્મો જામનગર સાથે મળી આયોજન કરેલ જલ જીવન મિશન અંતર્ગત જામનગર જીલ્લાના કાલાવડ, લાલપુર, જોડિયા, જામજોધપુર અને જામનગર એમ પાંચ તાલુકાના 15 ગામના પાણી સમિતિના સભ્યો અને પંચાયતના સભ્યો ગ્રામ આગેવાનો મળી 60 લોકો સહભાગી બન્યા. પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયના સહયોગથી ચાલતી સ્વયમસેવી સંસ્થા છે. ડૉ.વિક્રમ સારાભાઈ દ્વારા સ્થાપિત નેહરુ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ અંતર્ગત કાર્ય કરતી આ સંસ્થા સમગ્ર દેશ-વિદેશમાં 40 થી વધારે ઓફિસોના નેટવર્ક દ્વારા જળ, જમીન, જંગલ, જાનવર અને જનનું રક્ષણ થાય તે માટે શિક્ષણ…

Read More