ભાવનગર જિલ્લામાં દિવાળીનાં તહેવાર દરમ્યાન ફટાકડા ફોડવા બાબતે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર     નામદાર સુપ્રીમ કાર્ટ દ્વારા ફટાકડા ફોડવા સંબંધમાં કેટલીક સ્પષ્ટ સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ આપવામાં આવેલી છે. જેથી દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતાને હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરિત અસરથી બચાવવા ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશા નિર્દેશો જાહેર કર્યો છે. તેના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માત બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે તથા જાહેર જનતાને અગવડ ન પડે તે માટે ભાવનગર જિલ્લામાં ફટાકડા ખરીદ, વેચાણ તથા ઉપયોગ પર નિયંત્રણ મૂકવું જરૂરી જણાતાં ભાવનગર…

Read More

ભાવનગર મહાનગરપાલિકાની હદમાં વૃક્ષ કાપવાની મંજૂરી લેવી પડશે

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર શહેરના નગરજનોને જણાવવાનું કે આપણું શહેર એ ગુજરાતના અગ્ર હરોળના હરિયાળા શહેરો પૈકીનું એક છે. આપણું શહેર કાયમને માટે હરિયાળું રહે તે આપણી સૌની જવાબદારી છે. જેથી ભાવનગર શહેરના રહીશોને તથા તમામ લોકોને માલિકીની કોઈ પણ મિલકતમાં કોઈ પણ કારણસર વૃક્ષને અંશત કે સંપૂર્ણપણે કપાવવાની જરૂરિયાત ઊભી થાય તો સૌપ્રથમ તે માટે ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગને વૃક્ષ કાપવાના કારણો સહિત ફોટોગ્રાફ સાથે અરજી કરવાની રહેશે.  આ અરજીને ધ્યાને લઈ તેની સ્થળ તપાસ કરવામાં આવશે અને યોગ્ય જણાશે તો કમિશનર સમક્ષ સમગ્ર પ્રકરણ રજૂ કરી…

Read More

જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર         જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાનાં અધ્યક્ષ સ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે મળી હતી.  ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રજૂ થયેલા વિવિધ મુદ્દાઓ અંગે કલેક્ટર આર.કે.મહેતાએ સંબંધિત અધિકારીઓને સૂચનો આપ્યા હતા.  ભાવનગરની કલેક્ટર કચેરીમાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર, નિવાસી અધિક કલેક્ટર બી.જે.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, પ્રાંત અધિકારીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Read More

હળવા મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ “GJ-04-EJ અંગેની ટેકનિકલ ખામી અર્થે માર્ગદર્શિકા જાહેર કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર      આર.ટી.ઓ કચેરી ભાવનગર દ્વારા વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, હળવા મોટર વાહન (ફોર વ્હીલર- Pvt. LMV CAR) માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ “GJ-04-EJ 0001 થી 9999 માટેની નવી સીરીઝના ઈ- ઓક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. જેમાં ઈ- ઓક્શન માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા.૨૭/૧૦/૨૦૨૩ થી તા.૦૨/૧૧/૨૦૨૩ સુધી નિર્ધારીત કરવામાં આવેલ હતો. પરંતુ ઓનલાઈન ટેકનિકલ ખામીને કારણે સદર ઈ-ઓકશનમાં હાલમાં પ્રવર્તમાન શરૂ હોય તે સીરીઝનાં રી-ઓક્શનની સાથે સાથે અરજદાર ઓનલાઈન અરજી કરેલ હોય તે બાબત અત્રેની કચેરીને જાણવામાં આવેલ છે. જે બાબતે જાહેર જનતાને જણાવવામાં…

Read More

આર.ટી.ઓ. કચેરી દ્વારા પ્રાઇવેટ દ્રીચક્રી મોટરવાહનની નવી સીરીઝ માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર         આર.ટી.ઓ કચેરી ભાવનગર દ્વારા પ્રાઇવેટ દ્રીચક્રી મોટરવાહન માટેની નવી સીરીઝ GJ-04-EK 0001 થી 9999 ની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા.૨૮-૧૦-૨૦૨૩ થી તા.૦૩-૧૧-૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૦૩-૧૧-૨૦૨૩ થી તા.૦૫-૧૧-૨૦૨૩ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી, ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભાવનગરની યાદીમાં જણાવવામા આવ્યુ છે.

Read More

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર રસોમનાથ       ગીર સોમનાથ જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાની અધ્યક્ષતામાં ઈણાજ કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના લોકપ્રશ્નો અંગે જરૂરી ચર્ચા કરી અને સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓને ઝડપી અને સુનિયોજીત ઉકેલ લાવવા સૂચના આપવામાં આવી હતી.  સંકલન મિટિંગમાં ધારાસભ્ય સર્વે ભગવાનભાઈ બારડ, કાળુભાઈ રાઠોડ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર અને જનપ્રતિનિધિઓ દ્વારા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ઉના, રોગી કલ્યાણ સમિતિની ફાળવેલ ગ્રાન્ટ તથા ખર્ચની વિગતો, વન્યપ્રાણીઓ દ્વારા મૃત્યુ પામેલ વ્યક્તિને સહાય તેમજ પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવાની…

Read More