હળવા મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ “GJ-04-EJ અંગેની ટેકનિકલ ખામી અર્થે માર્ગદર્શિકા જાહેર કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

     આર.ટી.ઓ કચેરી ભાવનગર દ્વારા વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, હળવા મોટર વાહન (ફોર વ્હીલર- Pvt. LMV CAR) માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ “GJ-04-EJ 0001 થી 9999 માટેની નવી સીરીઝના ઈ- ઓક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. જેમાં ઈ- ઓક્શન માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા.૨૭/૧૦/૨૦૨૩ થી તા.૦૨/૧૧/૨૦૨૩ સુધી નિર્ધારીત કરવામાં આવેલ હતો. પરંતુ ઓનલાઈન ટેકનિકલ ખામીને કારણે સદર ઈ-ઓકશનમાં હાલમાં પ્રવર્તમાન શરૂ હોય તે સીરીઝનાં રી-ઓક્શનની સાથે સાથે અરજદાર ઓનલાઈન અરજી કરેલ હોય તે બાબત અત્રેની કચેરીને જાણવામાં આવેલ છે.

જે બાબતે જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, ઈ-ઓકશનમાં હળવા મોટર વાહન (ફોર વ્હીલર- Pvt. LMV CAR) માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ “GJ-04-EJ 0001 થી 9999 ભાગ લેવા માટેનો સમયગાળો તા.૦૯/૧૦/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ અખબારી યાદી મુજબ તા.૨૭/૧૦/૨૦૨૩ થી તા.૦૨/૧૧/૨૦૨૩ સુધીનો જ રહેશે. જે જાહેર જનતાની જાણ સારુ તેમજ હાલ, આ ટેકનિકલ ખામીને કારણે જે કોઈ પણ અરજદાર એ આ ઈ-ઓક્શનની પ્રક્રિયામાં ટેન્ડર ભરીને પસંદગી નંબર મેળવવા માટે અરજી કરેલ હશે તેમણે આ નંબર માન્ય રાખવા નહિ તથા આ નંબર રદ્દ કરવામાં આવશે અને ઓનલાઈન ભરપાઈ કરેલ ફી રીફંડ કરી આપવામાં આવશે અને અરજદારએ ફરીથી આ નંબરો માટે તા.૨૭/૧૦/૨૦૨૩ થી તા.૦૨/૧૧/૨૦૨૩ દરમ્યાન અરજી કરવાની રહેશે. શરતો અને પ્રક્રિયા અગાઉ મુજબની યથાવત રહેશે તેમ આર.ટી.ઓ. કચેરી, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.

Related posts

Leave a Comment