મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ અને સેનિટેશન સમિતિના ચેરમેન નીલેશભાઈ જલુએ આપેલ માહિતી

હિન્દ ન્યુઝ, રાજકોટ         ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન-૨.૦ અંતર્ગતરાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરની સ્વચ્છતા અનેસુંદરતામાં વધારો કરવાના આશય સાથે એક વિશિષ્ટ આયોજન કરવામાં આવેલ છે. આ સ્વચ્છતા અભિયાન હેઠળ શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ તથા રોડની ખુબ જ સારી રીતે સફાઈ થાય તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલ છે તેમ મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ અને સેનિટેશન સમિતિના ચેરમેન નીલેશભાઈ જલુએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.         બહારગામથી આવતા લોકો જયારે રાજકોટ શહેરમાં પ્રવેશે ત્યારે માત્ર રાજકોટનો જ વિસ્તાર નહીં પરંતુ મહાનગરપાલિકાની હદ બહારનો વિસ્તાર…

Read More