પાલિતાણા થી પાટણ જતી એસ.ટી બસના કંડકટર અને ડ્રાઇવરની સંવેદનશીલતા

હિન્દ ન્યુઝ, ભાવનગર       પાલિતાણા થી પાટણ જઈ રહેલી બસના કંન્ડકટર અને ડ્રાઇવરની અને સંવેદનશીલતાને તેમજ ત્વરિતા દાખવવાને લીધે અમદાવાદ નહેરુ નગર ઉતરેલા મુસાફરને લેપટોપ, મોબાઈલ અને રોકડ બસમાં ભૂલી ગયેલા મુસાફરને પરત આપીને ઈમાનદારી દાખવી હતી.  પ્રાપ્ત વિગતો મુજબ તા.૧/૧૦/૨૦૨૩ ના રોજ પાલિતાણા થી પાટણ જતી એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા જીમીત પારેખ અમદાવાદ નહેરુ નગર સ્ટોપ ખાતે પોતાની બેગમાં લેપટોપ તથા મોબાઇલ ફોન સહિતની રુપિયા ૯૦ હજાર ની કિંમતના સરસમાન સાથેની બેગ બસમા ભુલી ઉતરી ગયેલ હતા.  જે બેગ આ બસ માં ફરજ બજાવતા પાલિતાણા ડેપોના કન્ડક્ટર…

Read More

ભાવનગરના વરતેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૫૦ પ્રસૂતા માતાને પોષણ કીટ આપવાનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગરના વરતેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૫૦ પ્રસૂતા માતાને દાતાઓની મદદથી પોષણ કીટ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. બીજી ઓક્ટોબર ગાંધી જયંતીના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર વરતેજ ખાતે છેલ્લા બે માસમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે થયેલી પ્રસૂતિવાળી બહેનોને વરતેજના દાતા કાદરભાઈ પિરવાણીના સહયોગથી પોષણકીટ આપવામાં આવી હતી.   સ્વાગત પ્રવચન સામૂહિક આરોગ્ય કેન્દ્ર વરતેજના ડો. રૂપલબેન બાંભણિયાએ કરેલ બાળ રોગ અંગેની ઉપસ્થિત લોકોને સમજણ અપાઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોકટરો તથા સ્ટાફે સાથે મળીને સફળ બનાવ્યો હતો.   આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી…

Read More

બ્લાઇન્‍ડ પીપલ્સ એસોસિએશન અમદાવાદ દ્વારા છોટાઉદેપુરનાં દિવ્યાંગ ભાઈઓ/બહેનો માટે રોજગાર મેળો યોજાશે

 હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      છોટાઉદેપુર જિલ્લામાં બ્લાઇન્‍ડ પીપલ્સ એસોસિએશન તથા છોટાઉદેપુર રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા છોટાઉદેપુર, ક્વાંટ, અને પાવી-જેતપુર તાલુકાનાં અસ્થિવિષયક ખામી, આંખની ખામી તેમજ શ્રવણમંદ ખામીવાળા ૧૮ થી ૪૦ વર્ષની વય સુધીનાં દિવ્યાંગ ભાઈઓ /બહેનો જે સ્વ-રોજગાર કરવા ઈચ્છતા હોય તે દિવ્યાંગોને રોજગારી કીટ આપવાની છે. જેનાં માટે દિવ્યાંગ ઉમેદવારોએ તા. ૦૭/૧૦/૨૦૨૩એ શનિવારનાં રોજ સવારે ૧૦:૩૦ કલાકે થી ૧:૩૦ કલાક સુધી બી.આર.સી (BRC) ભવન, છોટાઉદેપુર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે. તથા પોતાની સાથે અસલ પ્રમાણપત્રો જેવા કે,  ૧) દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (૨૦૧૬ પછીનું) ૨) આધારકાર્ડ 3) શૈક્ષણિક લાયકાતના તમામ…

Read More

ગીર-સોમનાથ જિલ્લાની આઈ. સી. ડી.એસ. શાખાના તમામ ઘટકોમાં ‘સ્વચ્છતા હી સેવા’અભિયાનની થઈ ઉજવણી

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ        ‘સ્વચ્છતા હી સેવા’ કેમ્પેઈનના ભાગરૂપે ‘એક તારીખ, એક કલાક’ થીમ હેઠળ ગીર સોમનાથ જિલ્લાના આઈ. સી. ડી.એસ. શાખાના તમામ ઘટકોએ અને ડાભોર, કોડીનાર સહિત સમગ્ર જિલ્લાની અનેકવિધ આંગણવાડીઓમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની ઉજવણી કરવામાં આંવી હતી જેમા આજોઠા, ડાભોર, કોડીનાર, ઈશ્વરીયા, સહિત જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્ર ખાતે આ સફાઈ અભિયાનમાં આંગણવાડીની બહેનો સહિતના લોકોએ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા અને સ્વચ્છતા કરી હતી.

Read More

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે યોજાશે ૧૭મો યુવક મહોત્સવ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના સત્તરમા(૧૭માં) યુવક મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ તા.૦૫-૧૦-૨૦૨૩ના ગુરૂવારે સવારે ૧૦:૦૦ કલાકે યુનિવર્સિટી પરિસરમાં યોજાશે. સત્તરમા યુવક મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે. આ ૧૭મા યુવક મહોત્સવ દરમિયાન કુલ ૨૯ જેટલી સ્પર્ધાઓનું આયોજન થશે. જેમાં ૧૪ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ચિત્ર તથા ૧૫ રમત ગમત સ્પર્ધાઓ યોજાશે. આ યુવક મહોત્સવમાં રાજ્યભરની ૩૩ સંસ્કૃત કોલેજોના ૭૦૦ સ્પર્ધકો ભાગ લેશે. આ ઉપરાંત યુનિવર્સિટીના પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પ્રકાશનોનું મંચસ્થ મહાનુભાવોનાં હસ્તે વિમોચન કરવામાં આવશે તેમજ તા.૦૫-૧૦-૨૦૨૩ ગુરૂવારના રોજ સવારે ૮:૦૦ કલાકે…

Read More

માન.નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિતે ખંભાળિયા ખાતે નિ:શુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પનું સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા થયું સફળ આયોજન

હિન્દ ન્યુઝ, ખંભાળિયા     જામનગર તબીબી સારવાર અને વિશેષ સેવાઓ એ હાલના સમયની તાતી માત્ર છે, જે જન જનને તંદુરસ્ત અને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાનું બળ પુરૂ પાડી જન જનને એક સુખદ અનુભૂતિનો અહેમાસ કરાવે છે.આ બાબતનું હાર્દ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો દ્રઢ સંકલ્પની આપણને સૌંને પ્રેરણા આપનાર આદરણીય વડાપ્રધાન મોદી ના આ પ્રેરક્બળથી જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમઐ માળિયા ખાતે ગઈકાલે ના. ૦૧/૧૦/૨૦૨૩ ના રોજ જાહેર જનતા માટે સર્વરોગ નિદાન સારવારનો મેગા કેમ્પ યોજ્યો હતો. સ્વસ્થ ભારતના પ્રણેતા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સા. ના ૭૩મો જન્મદિવસ નિમિતે ઉજવાતા સેવા…

Read More