જસદણમા સફાઈના અભાવે ગંદકીનુ સામ્રાજ્ય

હિન્દ ન્યુઝ, જસદણ      આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે જસદણ નગરપાલિકા વિસ્તારમાં ગંદકીનાં થર જામી ગયા છે. એક બાજુ તહેવાર ચાલી રહ્યા ત્યારે જ્યા જુવો ત્યાં કચરાના ઢગલાં જોવા મળી રહ્યા છે. ગંદકીનાં કારણે મચ્છર જન્ય રોગ ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો ફેલાય રહ્યો છે. પાલીકા દ્વારા સફાઈના નામે લાખો રૂપિયાનો વેરો ઉઘરાવવામાં આવે છે, પણ સફાઈ કરવામાં આવતી નથી, ત્યારે પાલિકા દ્વારા યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી જસદણ શહેરવાસી ઈચ્છી રહ્યા છે. જસદણ શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા પંદર દિવસથી કચરાના ઢગલા પડેલ છે…

Read More

સ્વચ્છતા હી સેવા: કોડીનારમાં મહાનુભાવોની પ્રતિમાની સાફ સફાઇ કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ           “સ્વચ્છતા હી સેવા” સફાઇ અભિયાન હેઠળ આજરોજ કોડીનાર નગરપાલિકા દ્વારા શહેરમાં ડો બાબા સાહેબ આંબેડકર, છત્રપતિ શિવાજી મહારાજ સહિતના મહાનુભાવોની પ્રતિમાની સફાઈ કામગીરી તેમજ પ્રતિમા આસપાસના વિસ્તારોને પણ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સાફ સફાઇ કરવામાં આવી હતી. આ સ્વચ્છતા ઝુંબેશ કોડીનાર શહેરના સફાઇ કર્મચારીઓ તથા એનજીઓએ સંયુક્ત રીતે હાથ ધરી હતી. જેમાં ડો.બાબા સાહેબ આંબેડકર સહિત વિવિધ સ્વાતંત્ર્ય સૈનિકો તેમજ મહાનુભાવોની પ્રતિમાઓ અને તેમના આજુબાજુના વિસ્તારની સફાઇ કરવામાં આવી હતી.

Read More