ભારતીય જનતા પાર્ટી-કાલાવડ તાલુકા દ્વારા યોજાયેલ ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમમાં કોંગ્રેસ આગેવાનોને ભાજપનો ખેસ પહેરાવી આવકારવામાં આવેલ

હિન્દ ન્યુઝ, કાલાવડ ભારતીય જનતા પાર્ટી-કાલાવડ તાલુકા દ્વારા યોજાયેલ ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમમાં કાલાવડ તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્ય અને રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડીરેક્ટર તથા સૌરાષ્ટ્ર દલાલ મંડળના પ્રમુખ અતુલભાઈ કમાણી, તાલુકા પંચાયતના સદસ્ય દક્ષાબેન સાવલીયા, જીગ્નેશભાઈ સાવલીયા, મોટી સંખ્યામાં ઉપસ્થિત શુભેચ્છકો સાથે આગેવાનોની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કરેલ. જેઓને ભાજપનો ખેસ પહેરાવી આવકારવામાં આવેલ.       આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરીયા, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ વોરા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, અભિષેકભાઈ પટવા, જીલ્લા પંચાયત સદસ્ય ગોમતીબેન ચાવડા, જગદીશભાઈ સાંગાણી, મહામંત્રી…

Read More

નાયબ સેક્શન અધિકારી. નાયબ મામલતદારની પ્રિલીમીનરી પરીક્ષા દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા અને ગેરરીતિઓ અટકાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર       તા.૧૫ ઓક્ટોબરના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની પ્રિલીમીનરી પરીક્ષા વિવિધ શાળાઓમાં યોજાવાની છે. આપણા છોટાઉદેપુર જિલ્લામાં ૧૮ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ રીતે, પારદર્શિતા સાથે પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૦૨ વાગ્યા દરમિયાન પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશ દર્શાવતું જાહેરનામું ફરમાવ્યું છે. જિલ્લામાં આ પરીક્ષા એસ.એફ હાઈસ્કુલ, ડોન બોસ્કો સ્કુલ, ઈકબાલ હાઈસ્કુલ, મણીબહેન પટેલ કન્યા…

Read More

ફટાકડાના સ્ટોલ માટેનું લાઈસન્સ મેળવવા તા.૦૧/૧૧/૨૦૨૩ સુધીમાં અરજી સ્વીકારવામાં આવશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર       દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના હંગામી સંગ્રહ/વેચાણનો પરવાનો મેળવવા માંગતા છોટાઉદેપુર, જેતપુર પાવીઅને કંવાટ તાલુકાના અરજદારોને નિયત નમૂનાનું ફોર્મ A-E-5 રૂ.૩ની કોર્ટ સ્ટેમ્પ લગાવી ૩ નકલોમાં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરીમાં તા.૦૧/૧૧/૨૦૨૩ સુધીમાં જરૂરી વિગતો ભરી આધાર પુરાવા સાથે રજુ કરવાનું રહેશે. પુરાવા માટે સ્વપ્રમાણીત કરેલા ૨ ફોટા, આધાર કાર્ડ કે ચુંટણી કાર્ડ, ભાડા ચીઠી અને માલિકનું સંપતિ પત્ર, માલિકીની જગ્યા હોય તો તેના પુરાવા, નગરપાલિકા કે ગ્રામ પંચાયતનું એનઓસી, ફાયર સેફટી પ્રમાણપત્ર, સ્થાનિક સંસ્થા પાસે કોઈપણ પ્રકારની સરકારી વસુલાત બાકી ન હોવાનું પ્રમાણપત્ર, ગયા વર્ષે…

Read More

‘મિશન કર્મયોગી’ અંતર્ગત ઇન્ટીગ્રેટેડ ગવર્નમેન્ટ ઓનલાઈન ટ્રેનિંગ(iGOT)માં ભારતમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કરતી રાજકોટ મહાનગરપાલિકા : સર્ટિફિકેટ એનાયત

હિન્દ ન્યુઝ, રાજકોટ            સરકારી કર્મચારીઓની ક્ષમતામાં વૃધ્ધિ અને કામગીરીમાં પરિવર્તન લાવવા અને ભારત સરકારનાં માનવ સંસાધન વ્યવસ્થાપનમાં પ્રણાલીગત સુધારા લાવવાના ઉદ્દેશ્ય સાથે સિવિલ સર્વિસીસ કેપેસિટી બિલ્ડીંગ (NPCSCB) માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ ‘મિશન કર્મયોગી’ શરૂ કરવામાં આવેલ. આ કાર્યક્રમ માનનીય વડાપ્રધાનની આગેવાની હેઠળ નાગરિકોની બદલાતી જરૂરિયાતો અને આકાંક્ષાઓને સંબોધવા માટે નાગરિક સેવાઓને વધારવા માટે હાથ ધરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાએ પોતાના આ ઉચ્ચત્તમ પ્રયાસના કારણે સમગ્ર ભારતમાં બીજો ક્રમાંક મેળવેલ છે.            ‘મિશન કર્મયોગી’ અંતર્ગત ઇન્ટીગ્રેટેડ ગવર્નમેન્ટ ઓનલાઈન ટ્રેનિંગ (iGOT) યોજવામાં આવેલ જેમાં કર્મચારી/અધિકારીઓના…

Read More

સોમનાથ મંદિર આસપાસ વિસ્તારોમાં આવેલ ગેરકાયદેસર જમીન દબાણો ને દૂર કરતું જિલ્લા વહીવટી તંત્ર મજબૂત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાઈ કાર્યવાહી 

હિન્દ ન્યુઝ, સોમનાથ         આજરોજ સવારે 8:00 વાગ્યાથી સોમનાથ પ્રભાસ પાટણના વેરાવળ રોડ સાઈડ ઉપર આવેલ ગેરકાયદેસર જમીન દબાણ કેબીનો તેમજ સોમનાથ મરીન પોલીસ સ્ટેશન પાસેથી વેરાવળ રોડ ને જોડતી સર્વે નંબર 1852 વાળી જમીન ઉપર ગેરકાયદેસર રીતે ભંગારના ડેલાઓ બનાવી પેશકદમી કરનારા લોકો સહિત 26 કોમર્શિયલ સંકુલ અને ખુલ્લી જમીન સહિત 13000 ચોરસ મીટર જમીન વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના સહયોગથી દબાણ મુક્ત કરવામાં આવી. જબરદસ્ત આમ મેગા ઓપરેશન માટે જિલ્લા પોલીસવાળા મનોહરસિંહ જાડેજા જિલ્લા કલેકટર એચ .કે .વઢવાણિયા એસ.ઓ.જી અધિકારી એલ.સી.બી અધિકારી સ્ટાફ પ્રાંત અધિકારી કે.વી.બાટી…

Read More

નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેકટર-૧ તથા ગીફ્ટ સીટીના ર૦ કિ.મી.ના રુટ પર ટ્રેનના ટ્રાયલ આવતા વર્ષના એપ્રિલ માસમાં શરુ થાય તેવું આયોજન 

અમદાવાદ મેટ્રો ફેઝ-ર નું કામ પુરજોશમાં હિન્દ ન્યુઝ, અમદાવાદ       જીએમઆરસીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ અમદાવાદ મેટ્રો ફેઝ-ર હેઠળ મોટેરાના શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેકટર-૧ તથા ગીફ્ટ સીટીના ર૦ કિ.મી.ના પ્રાયોરીટી સેકશનની કામગીરી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. સાબરમતી નદી ઉપર તથા નર્મદા કેનાલ ઉપરના બે મોટા પુલો પૈકી સાબરમતી નદી ઉપર ર૩ ગાળા (દરેક ૪૮.૮૦ મીટરના) નો કુલ ૧ કિ.મીટર લાંબો પુલ છે, જે પૈકી ૧ર ગાળાનું કામ પુર્ણ થયેલ છે અને ૧૩મા ગાળાનું કામ પ્રગતિમાં છે. દરેક ગાળાનું સુપર સ્ટ્રકચર વિક્રમી ૬ દિવસમાં…

Read More

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ક્લબ ખાતે આયોજિત ‘ઓપ્ટિક એક્સ્પો – ૨૦૨૩’નું ઉદ્ધાટન

હિન્દ ન્યુઝ, અમદાવાદ      આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ક્લબ ખાતે આયોજિત ‘ઓપ્ટિક એક્સ્પો – ૨૦૨૩’નું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. આ ઉદ્ધાટન પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું કે, આજે ટેકનોલોજીની જરૂરિયાત છે. ગરમી હોય કે પછી ઠંડી દરેક સિઝનમાં આજે ચશ્માની ડિમાન્ડ વધી રહી છે. ચશ્મા આજે એક જીવન જરૂરિયાતની વસ્તુમાં ઉમેરાઈ ગયા છે. આમ આજે તમામ ટેકનોલોજીનો સમનવ્ય આ એક્સ્પોમાં જોવા મળી રહ્યો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ ‘ઓપ્ટિક એક્સ્પો -૨૦૨૩’ના ઉદ્ધાટન પ્રસંગે ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ, અમદાવાદ ઓપ્ટિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ નરેશભાઈ…

Read More

આજથી આકાશમાં ડ્રકોનીકસ ઉલ્કા વર્ષાનો અદ્દભુત નજારો જોવા મળશે

હિન્દ ન્યુઝ, રાજકોટ            અમદાવાદ : દુનિયાભરમાં આજથી ચાર દિવસ ઉપરાંત તા. ૨૨ મી ઓકટોબર સુધી આકાશમાં ડ્રેકોનીકસ ઉલ્કા વર્ષાનો અદ્દભૂત નજારો જોવા મળશે. સ્વચ્છ આકાશમાં કલાકના ૫૦ થી ૧૦૦ વધુ ઉલ્કા પડતી જોવા મળશે. ઉલ્કા વર્ષાનો નજારો નિહાળવા રાજયના લોકોને ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે તા. ૮ અને તા. ૯ વહેલી પરોઢે આકાશમાં ફેંકોનીક્સ ઉલ્કા વર્ષા પડતી જેવા મળી હતી. ઉપરાંત આજથી તા. ૧૩ ની વહેલી પરોઢે ઉલ્કા પડતી જોવા મળશે.…

Read More

નિઃસ્વાર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાઓનો સન્માન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, જસદણ       નિઃસ્વાર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કે, જે કોરોના કાળથી નિસ્વાર્થ ભાવે સેવા કરતુ આવે છે. અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. નિસ્વાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જસદણ સરકારી હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ માટે સવાર સાંજ નાસ્તો આપવામાં આવે છે ત્યારે આ સેવામા દતાઓ દ્વારા પણ સહયોગ આપવા આવે છે. હાલ સરકારી હોસ્પીટલમાં નાના બાળકો માટે કાચની પેટી, વોટર કૂલર તેમજ સારવાર માટે આવતા દદીઁઓને બેસવા માટે બાકડા નો સહયોગ મળેલ તે બદલ દાતાઓના હસ્તે અર્પણ કરેલ સાથે દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં. સરકારી હોસ્પીટલના કર્મચારી,…

Read More

મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જન્મજયંતિ નિમિતે ‘જ્ઞાન જ્યોતિ પર્વ’ ઉજવાયુ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા કરાઇ રંગારંગ ઉજવણી મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ સમાજમાં વૈચારિક ક્રાંતિ દ્વારા સમાજ સુધારણા ક્ષેત્રે નિરંતર કાર્ય કર્યુ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી :  દયાનંદ સરસ્વતીજીએ વેદોના જ્ઞાનનો દુનિયાને પરિચય કરાવ્યો  અજ્ઞાનતા – અંધવિશ્વાસ જેવા  કુરિવાજો સામે સમાજને જાગૃત કરવા શ્રેષ્ઠ કાર્ય કર્યું મહર્ષિ દયાનંદ સરસ્વતી સહિતના સંતો-ઋષીઓનું સમાજ – રાષ્ટ્ર નિર્માણમાં ખૂબ મોટું યોગદાન  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ :  સ્વામીજીએ રોપેલાં બીજમાંથી જે વટવૃક્ષ ઊભું થયું…

Read More