‘મિશન કર્મયોગી’ અંતર્ગત ઇન્ટીગ્રેટેડ ગવર્નમેન્ટ ઓનલાઈન ટ્રેનિંગ(iGOT)માં ભારતમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કરતી રાજકોટ મહાનગરપાલિકા : સર્ટિફિકેટ એનાયત

હિન્દ ન્યુઝ, રાજકોટ 

          સરકારી કર્મચારીઓની ક્ષમતામાં વૃધ્ધિ અને કામગીરીમાં પરિવર્તન લાવવા અને ભારત સરકારનાં માનવ સંસાધન વ્યવસ્થાપનમાં પ્રણાલીગત સુધારા લાવવાના ઉદ્દેશ્ય સાથે સિવિલ સર્વિસીસ કેપેસિટી બિલ્ડીંગ (NPCSCB) માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ ‘મિશન કર્મયોગી’ શરૂ કરવામાં આવેલ. આ કાર્યક્રમ માનનીય વડાપ્રધાનની આગેવાની હેઠળ નાગરિકોની બદલાતી જરૂરિયાતો અને આકાંક્ષાઓને સંબોધવા માટે નાગરિક સેવાઓને વધારવા માટે હાથ ધરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાએ પોતાના આ ઉચ્ચત્તમ પ્રયાસના કારણે સમગ્ર ભારતમાં બીજો ક્રમાંક મેળવેલ છે. 

          ‘મિશન કર્મયોગી’ અંતર્ગત ઇન્ટીગ્રેટેડ ગવર્નમેન્ટ ઓનલાઈન ટ્રેનિંગ (iGOT) યોજવામાં આવેલ જેમાં કર્મચારી/અધિકારીઓના વહીવટી અને તકનિકી જ્ઞાનને વધારવા તેમજ તેનું અમલીકરણ નાગરિકોની સેવાઓમાં સુધારો લાવવા પર ભાર મુકવામાં આવેલ.

          ભારત સરકારના આ મિશન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઉત્સાહપૂર્વક આગળ પડતો ભાગ ભજવવામાં આવેલ. જેના ભાગ રૂપે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ શાખાઓના કુલ ૪૧૦ અધિકારી/કર્મચારીઓ દ્વારા iGOT અંતર્ગત કુલ ૩૫૮ કોર્સની ઓનલાઈન ટ્રેનિંગ મેળવવામાં આવેલ છે.

          રાજકોટ મહાનગરપાલિકાએ પોતાના આ ઉચ્ચત્તમ પ્રયાસના કારણે સમગ્ર ભારતમાં બીજો ક્રમાંક મેળવેલ છે. આ અન્વયે તા. ૦૫/૧૦/૨૦૨૩ના રોજ દિલ્હી ખાતે યોજાયેલ સમારંભમાં માનનીય કેન્દ્રિય મંત્રીશ્રી (હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ) હરદીપસિંહ પૂરીના વરદ હસ્તે રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર અનિલ ધામેલિયાએ કેન્દ્ર સરકારનું આ સર્ટિફિકેટ સ્વીકાર્યુ હતું.

Related posts

Leave a Comment