કેશોદના રૂદ્ર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂયાતમંદ લોકો સુધી પહોંચાડે છે ભોજન
કેશોદ,
તાજી રસોઈ બનાવી કેશોદ માંગરોળ માણાવદર સહીતના તાલુકાના વિસ્તારોમાં જરૂરીયાતમંદ લોકો સુધી જઈ સરકારના નિયમ મુજબ એક મીટર દુર બેસાડી ભોજન કરાવી રહ્યા છે.
હાલમા વિશ્વમાં કોરોના વાયરસની મહામારીથી બચવા લોક ડાઉન જાહેર કરવામા આવ્યુ છે ત્યારે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. જેથી ગરીબ પરિવારોને ભોજન મળે તે માટે અનેક સેવાકીય સંસ્થાઓ ટ્રસ્ટો તથા દાતાઓના સહયોગથી અનેક જરૂયાતમંદ લોકોના ઘરે ઘરે ભોજન ફ્રૂડ પેકેટ રાશન કીટ શાકભાજી સહીતની સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે.
ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરીયાતમંદ મજુર વર્ગ માટે રૂદ્ર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દરરોજ તાજી રસોઈ બનાવી કેશોદ માંગરોળ માણાવદર સહીતના તાલુકાઓના છેવાડાના ગ્રામ વિસ્તારો સુધી જરૂરીયાતમંદ લોકોના ઘર સુધી પહોંચી ભાવથી ભોજન કરાવી રહ્યા છે તેમજ આગામી દિવસોમાં પણ ભોજન માટેની અવિરત સેવા શરૂ રાખી ભુખ્યાઓને ભોજન કરાવશે.
રીપોર્ટર : જગદીશ યાદવ, જૂનાગઢ