રાજકોટ,
રાજકોટ શહેર તા.૧૦.૪.૨૦૨૦ ના રોજ કોરોના વાયરસ કોવિડ-૧૯ની મહામારીમાં સતત રાત-દિવસ ફરજ બજાવતા તબીબો, પેરામેડીકલ સ્ટાફને પણ રક્ષણ મળી રહે તે માટે રાજકોટ સીટી બ્રાન્ચ ઓફ ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૨૫ ફેશશિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હોવાનું સંસ્થાના પ્રમુખ ડોક્ટર હેતલ વડેરા એ જણાવ્યું છે.
ડોક્ટર વડેરા એ કહ્યું કે, અમારી સંસ્થાના ૧૨૦ સભ્યો દ્વારા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડૉક્ટરો અને સ્ટાફ સુરક્ષિત અને સલામત રીતે કાર્ય કરી શકે તે માટે આ ફેશશિલ્ડ આપવામાં આવ્યા છે. હજુ બીજા ૨૫ જેટલા ફેશશિલ્ડ આપવામાં આવનાર છે. રાજકોટ મેડિકલ કોલેજના ડીન ડો.ગૌરવી ધ્રુવને આ ફેશશિલ્ડ અર્પણ કરવામાં આવ્યા છે. ડો.ધ્રુવે આ ફેશશિલ્ડ આઇસોલેશન વોર્ડના નોડલ ઓફિસર અને એસોસીએટ પ્રોફેસર ડો.દુધરેજિયાને આપવામાં આવ્યા છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ