તા.૧ જુલાઇએ ખાનગી ક્ષેત્રના એકમ એમ.આર.એફ લીમીટેડ-દહેજ માટે બોટાદના ઢાકણીયા રોડ, ITI ખાતે ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યૂઝ, બોટાદ

બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ગુજરાતના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ એમ.આર.એફ લીમીટેડ- દહેજ, જિ.ભરૂચ માટે ૧૮ થી ૨૫ વર્ષની વયમર્યાદા અને ધો.૧૦ પાસ અથવા આઈ.ટી.આઈ ઇન વન યર કોર્ષ વિથ કોપા, મિકેનિક ડીઝલ, કારપેન્ટર, ટ્રેક્ટર મિકેનિક, પ્લમ્બર, વેલ્ડર, સ્વીંગ ટેકનોલોજી અને અન્ય ટ્રેડ પાસની તકનિકી લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજીટલ માધ્યમથી ફક્ત પુરૂષ રોજગાર ઇચ્છુકો માટે ભરતીમેળાનું આયોજન તા.૦૧/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઔધોગિક તાલિમ સંસ્થા (ITIF) , ઢાંકણીયા રોડ, બોટાદ ખાતે કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં ભાગ લેવાનાર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુંબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે.

વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર સંપર્ક સાધવા જિલ્લા રોજગાર અધિકારી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment