બોટાદ જિલ્લામાં ટુ-વ્હીલર, ફોર-વ્હીલર વાહન તથા ટ્રાન્સપોર્ટની સીરીઝના પસંદગીના નવા નંબરોનું ઓનલાઇન એપ્લીકેશન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લાના ટુ-વ્હીલર વાહન ખરીદનાર મોટરીંગ પબ્લીક જોગ જણાવવાનું કે આગામી તા.૦૧/૦૭/૨૦૨૨ થી નોન ટ્રાન્સપોર્ટની સીરીઝ GJ33H ટુ વ્હીલર તથા GJ-33F ફોર વ્હીલર તથા ટ્રાન્સપોર્ટની સીરીઝ GJ33T માટેની સીરીઝના પસંદગીના બાકી રહેલા સિલ્વર ગોલ્ડન નંબરોનું ઓનલાઈન એપ્લીકેશન ઇ- ઓકશનથી ફાળવવામાં આવશે.

વાહન ખરીદ કર્યાને ૩૦ દિવસ થયા હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની ઓનલાઇન રજીસ્ટર એપ્લીકેશન કરી ફી તથા કર ભરપાઇ કરી એઆરટીઓ કચેરી બોટાદ પસંદગી નંબરનું ઓનલાઇન ટેન્ડર બીડ ભરી ઇ- ઓકશનમાં ભાગ લઇને મનગમતો પસંદગી નંબર મેળવવાની તકનો લાભ લેવા જણાવાયું છે. તથા વાહન ખરીદ કર્યાના દિવસ-૭ (સાત) માં CNA ફોર્મ ઓનલાઇન ભરવાનું રહેશે તથા તેમનું પર્સનલ લોગીન કરી આ માટેની એપ્લીકેશન parivahan.gov.in વેબસાઇટ પર તા.૦૧/૦૭/૨૦૨૨ થી તા.૦૩/૦૭/૨૦૨૨ બપોરના ૪:૦૦ કલાક સુધીમાં અરજી કરવાની રહેશે.

તા.૦૩/૦૭/૨૦૨૨ થી તા.૦૫/૦૭/૨૦૨૨ ના બપોરના ૪:૦૦ કલાક સુધી બીડીંગ રહેશે. અરજદારોના ઇ-ફોર્મ CNA ફોર્મ સાત દિવસની અંદર ઓનલાઇન સબમીટ (જમા) કરવાનું રહેશે. જેમણે CNA ફોર્મ ભરેલ હોય તેમને જ પસંદગી નંબરનું ટેન્ડર ભરી શકશે. ઉક્ત હરાજીમાં ટેકનીકલ ખામીને કારણે રદ કરવાની સત્તા આરટીઓની અનામત રહેશે. વધુ માહિતી https://youtu.be/O3a9kfQl3kc.(E-procedure) ઉપર સંપર્ક સાધવા બોટાદ જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment