કોરોનાનું સંક્રમણ અટકાવવા હિંમતનગર પાસેના સવગઢ, ઝહીરાબાદ અને માલીવાડા સ્વૈચ્છિક લૉકડાઉનમાં જોડાયા

હિન્દ ન્યૂઝ, હિંમતનગર

સાબરકાંઠા જિલ્લા નાં હિંમતનગરને અડીને આવેલા સવગઢ, ઝહિરાબાદ, માલીવાડાના બજારો રવિવાર સાંજથી સોમવારે બપોરે બે વાગ્યા સુધી બંધ રાખી કોરોના સંક્રમણને અટકાવવા સહયોગ આપ્યો હતો. હાલમાં રમજાન માસ ચાલી રહ્યો હોઇ દુકાનો ચાલુ રાખવાનો સમય 2 થી 8 ને બદલે સવારે 10 થી 8 નો કરવામાં આવે તેવી વેપારીઓ સહિત સ્થાનિકોએ રજૂઆત કરી છે. સંક્રમણ અટકાવવા ગામડાઓ અને શહેરો સ્વૈચ્છિક લૉકડાઉન ભણી.

ઇડર નગરપાલિકા સંચાલિત જીમ, યોગા અને બગીચાઓ 30 મી એપ્રિલ સુધી બંધ ઇડર પાલિકા સંચાલિત જીમ યોગા અને બગીચાઓને પાલિકા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખે ઇડરમાં સંક્રમણ અટકાવવા 19 એપ્રિલથી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.

ધનસુરાના આકરૂન્દ ગામે સવારે 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે.

ધનસુરાના આકદમાં સંક્રમણ અટકાવવા વેપારી એસો. આકરૂન્દના સભ્યો અને પ્રમુખ જૈમિનભાઈ શાહ દ્વારા આકરુન્દના બજાર સવારે 7 થી 2 સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો છે.

બપોરના 2 વાગ્યા પછી સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે. સરપંચ લલી%E

Related posts