કેશોદનાનાની ઘંસારી ગામે પરપ્રાંતીય મજુરોને રાશન કીટનુ વિતરણ

કેશોદનાનાની ઘંસારી ગામે પરપ્રાંતીય મજુરોને
રાશન કીટનુ વિતરણ

કેશોદ,

સરકાર દ્વારા કરાવવામા આવેલ જાહેરાત મુજબ પરપ્રાંતીય મજુરોનો તંત્ર દ્વારા સર્વે કરી સરકાર દ્વારા આપવામા આવતી રાશન કીટનુ નાની ઘંસારી ગામે વિતરણ કરવામા આવ્યુ. કોરોના વાઇરસના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામા આવ્યુ છે ત્યારે અંત્યદયએ એપીએલ, બીપીએલ સહીતના રેશનકાર્ડ ધારકોને ત્રણ મહીના સુધી વિના મૂલ્યે વિતરણ કરવાની શરૂઆત કરવામા આવી છે.

જે વિતરણની કામગીરી પુર્ણ થયા બાદ પરપ્રાંતીય મજુરોનું તંત્ર દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામા આવી હતી. જે સર્વે મુજબ તંત્ર દ્વારા તાલુકાભરમાં રહેતા પરપ્રાંતીય મજુરોને તંત્ર દ્વારા રાશન કીટનુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે,

જે કિટમાં વ્યકિત દિઠ સાડા ત્રણ કિલો ઘઉં, દોઢ કિલો ચોખા, ખાંડ એક કિલો, દાળ એક કિલો, નમક એક થેલી સહીતની પચ્ચાસ કીટોનુ તલાટી કમ મંત્રી તથા ગ્રામ પંચાયત સરપંચની ઉપસ્થિતિમાં પચ્ચાસ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

રિપોર્ટર : જગદીશ યાદવ, જૂનાગઢ

Related posts

Leave a Comment