રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ વધતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ તથા ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી ફુટ પેટ્રોલિંગ કર્યુ હતુ

રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ વધતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ તથા ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી ફુટ પેટ્રોલિંગ કર્યુ હતુ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૦.૪.૨૦૨૦ ના રોજ જંગલેશ્વર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ વધતા આજે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ તથા ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ અસરગ્રસ્ત વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કર્યું હતું. તે વખતે રહેવાસીઓએ અધિકારીઓ સાથે માથાકૂટ કરી હતી. મ્યુનિ. કોર્પોરેશન તંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી જંગલેશ્વર ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

 

આજે આ વિસ્તારની ૧૬ જેટલી શેરીઓને સીલ કરી દેવાઈ હતી. આ દરમિયાન મ્યુનિ. કમિશનર તથા ડેપ્યુટી કમિશનર અસરગ્રસ્ત વિસ્તારમાં ફ્રુટ પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તે વખતે રહેવાસીઓ અને આ અધિકારીઓ સાથે માથાકૂટ થઇ હતી. આજે ૧૬ શેરીઓ સીલ કરી દેવાઈ હતી. ૩૦૦ થી ૪૦૦ પરિવારનું કોરોન્ટાઈન કરાયું છે. આ પરિવારોના કોરોના શંકાસ્પદ સિમ્પલ લેવાનુ ચાલુ કરી દેવાયું છે. જંગલેશ્વર વિસ્તારમાં આરોગ્ય ચેકિંગ માટે ૧૮ ટુકડી ૧૦૦ જેટલા વકરો કામે લગાડી દેવાયા છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment