હિન્દ ન્યુઝ, સોમનાથ
આજરોજ સવારે 8:00 વાગ્યાથી સોમનાથ પ્રભાસ પાટણના વેરાવળ રોડ સાઈડ ઉપર આવેલ ગેરકાયદેસર જમીન દબાણ કેબીનો તેમજ સોમનાથ મરીન પોલીસ સ્ટેશન પાસેથી વેરાવળ રોડ ને જોડતી સર્વે નંબર 1852 વાળી જમીન ઉપર ગેરકાયદેસર રીતે ભંગારના ડેલાઓ બનાવી પેશકદમી કરનારા લોકો સહિત 26 કોમર્શિયલ સંકુલ અને ખુલ્લી જમીન સહિત 13000 ચોરસ મીટર જમીન વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના સહયોગથી દબાણ મુક્ત કરવામાં આવી.
જબરદસ્ત આમ મેગા ઓપરેશન માટે જિલ્લા પોલીસવાળા મનોહરસિંહ જાડેજા જિલ્લા કલેકટર એચ .કે .વઢવાણિયા એસ.ઓ.જી અધિકારી એલ.સી.બી અધિકારી સ્ટાફ પ્રાંત અધિકારી કે.વી.બાટી તથા મામલતદાર જે .એમ .શામળા તથા જિલ્લા ભરના પોલીસ મથકોના અધિકારીઓ તથા જવાનો રેવન્યુ વિભાગ ના મામલતદારો અને નાયબ મામલતદારો ખડે પગે રહ્યા હતા લોકોએ સ્વૈચ્છિક રીતે જમીન ખાલી કરી દેતા શાંતિ પૂર્વક વાતાવરણમાં કાર્ય સંપન્ન થયું.
આ કાર્યવાહીના પગલે અગમચેતી ના પગલા રૂપે પ્રભાસ પાટણ શહેરમાં તેમજ વેરાવળ પાટણ ચેક પોસ્ટ ઉપર વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
રિપોર્ટર : હરેશ વધવા, સોમનાથ
