નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેકટર-૧ તથા ગીફ્ટ સીટીના ર૦ કિ.મી.ના રુટ પર ટ્રેનના ટ્રાયલ આવતા વર્ષના એપ્રિલ માસમાં શરુ થાય તેવું આયોજન 

અમદાવાદ મેટ્રો ફેઝ-ર નું કામ પુરજોશમાં

હિન્દ ન્યુઝ, અમદાવાદ

      જીએમઆરસીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ અમદાવાદ મેટ્રો ફેઝ-ર હેઠળ મોટેરાના શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેકટર-૧ તથા ગીફ્ટ સીટીના ર૦ કિ.મી.ના પ્રાયોરીટી સેકશનની કામગીરી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. સાબરમતી નદી ઉપર તથા નર્મદા કેનાલ ઉપરના બે મોટા પુલો પૈકી સાબરમતી નદી ઉપર ર૩ ગાળા (દરેક ૪૮.૮૦ મીટરના) નો કુલ ૧ કિ.મીટર લાંબો પુલ છે, જે પૈકી ૧ર ગાળાનું કામ પુર્ણ થયેલ છે અને ૧૩મા ગાળાનું કામ પ્રગતિમાં છે. દરેક ગાળાનું સુપર સ્ટ્રકચર વિક્રમી ૬ દિવસમાં પૂર્ણ કરવામાં આવી રહેલ છે. જીએમઆરસીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ટ્રેનના ટ્રાયલ આવતા વર્ષના એપ્રિલ માસમાં શરુ થાય તેવું આયોજન છે.

Related posts

Leave a Comment