નાયબ સેક્શન અધિકારી. નાયબ મામલતદારની પ્રિલીમીનરી પરીક્ષા દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા અને ગેરરીતિઓ અટકાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

      તા.૧૫ ઓક્ટોબરના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની પ્રિલીમીનરી પરીક્ષા વિવિધ શાળાઓમાં યોજાવાની છે. આપણા છોટાઉદેપુર જિલ્લામાં ૧૮ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ રીતે, પારદર્શિતા સાથે પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૦૨ વાગ્યા દરમિયાન પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશ દર્શાવતું જાહેરનામું ફરમાવ્યું છે.

જિલ્લામાં આ પરીક્ષા એસ.એફ હાઈસ્કુલ, ડોન બોસ્કો સ્કુલ, ઈકબાલ હાઈસ્કુલ, મણીબહેન પટેલ કન્યા વિદ્યાલય, મહિલા અધ્યાપન મંદિર, સનરાઈઝ સ્કુલ, યુનાઇટેડ પબ્લિક સ્કુલ, નારાયણ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ, છોટાઉદેપુર તેમજ એમ.એન પંચોલી સાર્વજનિક હાઈસ્કુલ, તેજગઢ,આદિવાસી માધ્યમિક શાળા, ભેંસાવહી, શોરોલાવાલા હાઈસ્કુલ,નવજીવન હાઈસ્કુલ, ખત્રી વિદ્યાલય, બોડેલી, વી આર શાહ સાર્વજનિક હાઈસ્કુલ, પાવી જેતપુર આમ કૂલ ૧૮ કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાનારી છે. પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં આવેલ તમામ તમામ મકાનો, જગ્યા, સ્થળ અને વિસ્તાર ઝેરોક્ષ સેન્ટરો, ઝેરોક્ષ દુકાનોના સંચાલકોને તેઓના ઝેરોક્ષ મશીનો બંધ રાખવા તથા પરીક્ષા કેન્દ્રોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરેલ છે.

પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા, ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિન અધિકૃત માણસોએ ઉપરોક્ત પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું નહીં તેમજ કોઈ પણ ઈસમે કોઈપણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહીં. પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખન કાર્યમાં અડચણ/વિક્ષેપ/ધ્યાન ભંગ થાય તેવું કોઈ કૃત્ય કરવું/કરાવવું નહીં તેમજ લાઉડ સ્પીકર વગાડવા નહીં. પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ વસ્તુ, મોબાઈલ, કેલક્યુલેટર વગેરે જેવી ઈલેક્ટ્રોનિક આઈટમ તથા પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલોનું વહન કરવું નહીં કે કરાવવામાં મદદગારી કરવી નહીં.

આ જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ–૧૮૮ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.

Related posts

Leave a Comment