સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય ત્રિપુટી, જી.પ. પ્રમુખ સહિત જિલ્લાના નાગરિકો શ્રમદાનમાં સહયોગી બન્યા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      ‘સ્વચ્છતા હી સેવા’ ની એક માસની ઉજવણી અન્વયે માન.વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી તા.૧ ઓક્ટોબર-૨૦૨૩ના દિવસે દેશનાં તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ ‘એક તારીખ, એક કલાક મહા શ્રમદાન’ સૂત્ર સાથે આજે સવારે ૧૦-૦૦ કલાકે સાંસદ સભ્ય લોકસભા શ્રીમતિ ગીતાબેન રાઠવા તેમજ તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખ અને સરપંચ તેમજ ઉપસરપંચ, સભ્યો, ગ્રામજનો ની હાજરીમાં આજરોજ કવાંટ તાલુકાના વિવિધ જાહેર માર્ગો પર શ્રમદાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલે વાસણામાં સફાઈ અભિયાનમાં જોડાયા હતા. જેમાં જાહેર માર્ગોની સફાઈની સાથે સાથે દુકાનદારોને કચરાપેટી નું વિતરણ પણ…

Read More

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટી.એફ.સી ભવન ખાતે મલ્ટિ સ્પેશિયાલિટી નિદાન તથા સારવાર કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, સોમનાથ       શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રી સુવિધા ભવન (tfc) ખાતે એપોલો હોસ્પિટલ સાથે મળીને સર્વરોગ નિદાન તેમજ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં તજજ્ઞ ડોકટરો દ્વારા હૃદય સંબંધિત રોગો, દાંતની તપાસ, પેટ અને જઠર ના રોગો, લીવર ના રોગો, નાક, કાન, ગળાના રોગો,મોઢાના અને ગળાના કેન્સર, હાડકા ના રોગો, મગજના રોગો ના નિષ્ણાંત, જનરલ સર્જરી, સ્ત્રી રોગ,બાળકોના રોગો, હેમેટો ઓન્કોલોજી અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સહિતના ક્ષેત્રનું નિદાન કરવામાં આવ્યું હતું. આ સાથે આરોગ્ય કેમ્પમાં ફ્રી બ્લડ સુગર, ફ્રી બ્લડ પ્રેશર, ઉંચાઈ, વજન, ઈ.સી.જી. (ડૉક્ટરની સલાહ…

Read More

જામનગર તાલુકા ના નારણપુર ગામે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, જામનગર     01 ઓક્ટોબર, 2023 એક કલાક, એક સાથે સવારે 10 વાગ્યાથી સ્વચ્છતા માટે જામનગર તાલુકા ના નારણપુર ગામે પ્રાથમિક શાળા તેમજ રામ મંદિર પાસે સ્વચ્છતા માટે શ્રમદાન કરતા ભાજપ જિલ્લા મંત્રી કે.કે.નંદા ગામના સરપંચ મહેશભાઈ ચાંદ્રા, ભાજપના પેજ મંત્રી મણીભાઈ ચાંદ્રા, પીઢ આગેવાન મનસુખભાઈ નંદા, ચંદુભાઈ ચાંદ્રા, પ્રાથમિક શાળા ના આચાર્ય તેમજ સ્ટાફ તેમજ શાળાના બાળકો તેમજ સરકારી કર્મચારીઓ, ભાઈઓ, બહેનોએ પૂજ્ય બાપુને સ્વચ્છાંજલિ આપી. તાલુકા બ્યુરોચિફ જામનગર : અંકિત ગંઢા

Read More

“સ્વચ્છતા હી સેવા – 2023” અંતર્ગત સફાઈ અભિયાન

હિન્દ ન્યુઝ, કાલાવડ કાલાવડ તાલુકાના નાં નિકાવા ગામે”સ્વચ્છતા હી સેવા – 2023″ અંતર્ગત સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો         01 ઓક્ટોબર, રવિવારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત “સ્વચ્છતા હી સેવા – 2023” કાર્યક્રમ નુ આયોજન નિકાવા ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવેલ. જેમા સરપંચ, ગ્રામપંચાયતના સદસ્યો, કુમાર શાળા તેમજ કન્યા શાળા નો શિક્ષક સ્ટાફ, PHC કેન્દ્ર ના કર્મચારીઓ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. તમામ લોકોએ સમયદાન આપી શાળા અને શાળાની આસપાસ નો પરિસર અને નંદીગ્રામ ચોક સ્વચ્છ અને સુઘડ રહે તે માટે સફાઈ કરી હતી. રિપોર્ટર : યાસિન દોઢીયા, નિકાવા 

Read More

કાસવી ગોળીયા પ્રાથમિક શાળા ખાતે ગાંધી જયંતિ ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, થરાદ થરાદ તાલુકાના કાસવી ગોળીયા પ્રાથમિક શાળા ખાતે 2જી ઓક્ટોબર મહાત્મા ગાંધી ની જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ ગાંધી બાપુ ના ફોટા ને ફુલહાર પહેરાવી બાદ માં શિક્ષકગણ તથા વ્યવસ્થાપક, શાળા ના બાળકો દ્વારા શાળા મેદાન તેમજ ફળિયામાં સફાઈ કરવામાં આવી હતી. બાદ ગાંધી જયંતિ વિશે સ્પર્ધા રાખવામાં આવી. જેમા શાળાના આચાર્ય વીરાભાઇ પટેલ, શિક્ષક હકમાભાઈ કુભાજી ચમાર, જોગાભાઈ મણવર તથા વ્યવસ્થાપક ખેતગિરિ  પી. ગૌસ્વામી પણ જોડાયા હતા. રિપોર્ટર : ખેતગિરિ ગોસ્વામી, થરાદ

Read More