શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટી.એફ.સી ભવન ખાતે મલ્ટિ સ્પેશિયાલિટી નિદાન તથા સારવાર કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, સોમનાથ 

     શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રી સુવિધા ભવન (tfc) ખાતે એપોલો હોસ્પિટલ સાથે મળીને સર્વરોગ નિદાન તેમજ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં તજજ્ઞ ડોકટરો દ્વારા હૃદય સંબંધિત રોગો, દાંતની તપાસ, પેટ અને જઠર ના રોગો, લીવર ના રોગો, નાક, કાન, ગળાના રોગો,મોઢાના અને ગળાના કેન્સર, હાડકા ના રોગો, મગજના રોગો ના નિષ્ણાંત, જનરલ સર્જરી, સ્ત્રી રોગ,બાળકોના રોગો, હેમેટો ઓન્કોલોજી અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સહિતના ક્ષેત્રનું નિદાન કરવામાં આવ્યું હતું.

આ સાથે આરોગ્ય કેમ્પમાં ફ્રી બ્લડ સુગર, ફ્રી બ્લડ પ્રેશર, ઉંચાઈ, વજન, ઈ.સી.જી. (ડૉક્ટરની સલાહ મુજબ),બહેરાશ ની તપાસ (ડોક્ટરની સલાહ મુજબ),કોકલીઅર ઈમ્પ્લાન્ટ નું માર્ગદર્શન જેવી સુવિધાઓ લાભાર્થીને મળી હતી. આરોગ્ય કેમ્પનો સોમનાથ આવનાર યાત્રીઓને અને સ્થાનિક લોકોને લાભ મળ્યો હતો.

Related posts

Leave a Comment