કાસવી ગોળીયા પ્રાથમિક શાળા ખાતે ગાંધી જયંતિ ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, થરાદ

થરાદ તાલુકાના કાસવી ગોળીયા પ્રાથમિક શાળા ખાતે 2જી ઓક્ટોબર મહાત્મા ગાંધી ની જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ ગાંધી બાપુ ના ફોટા ને ફુલહાર પહેરાવી બાદ માં શિક્ષકગણ તથા વ્યવસ્થાપક, શાળા ના બાળકો દ્વારા શાળા મેદાન તેમજ ફળિયામાં સફાઈ કરવામાં આવી હતી. બાદ ગાંધી જયંતિ વિશે સ્પર્ધા રાખવામાં આવી. જેમા શાળાના આચાર્ય વીરાભાઇ પટેલ, શિક્ષક હકમાભાઈ કુભાજી ચમાર, જોગાભાઈ મણવર તથા વ્યવસ્થાપક ખેતગિરિ  પી. ગૌસ્વામી પણ જોડાયા હતા.

રિપોર્ટર : ખેતગિરિ ગોસ્વામી, થરાદ

Related posts

Leave a Comment