ભાવનગર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ટપાલ ટીકીટ પ્રદર્શન ભાવપેક્ષ-૨૦૨૩ નું સમાપન

હિન્દ ન્યુઝ, ભાવનગર   શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી એન્ડ સીટી મ્યુઝિયમ સરદારનગર ખાતે યોજાયેલા દ્વી-દિવસીય જિલ્લા કક્ષા ટપાલ ટિકિટ પ્રદર્શન -ભાવપેક્ષ ૨૦૨૩ નો બંને દિવસના અંતે ભાવનગરની વિવિધ શાળામાંથી નવ થી દસ હજાર વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન આજે ફિલાટેલી સેમિનાર અને ક્વીઝ સ્પર્ધા યોજાયેલ હતી, તેમાં ભાવનગરની વિવિધ શાળાઓમાંથી ૧૬ શાળાના બાળકોને પસંદ કરવામાં આવ્યા હતા અને તેમની વચ્ચે ફીલાટેલી વિશે ક્વિઝ કોમ્પીટીશન યોજાઈ હતી. આ કોમ્પિટિશનને અંતે ફાઇનલમાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આજના દિવસે સંત શિરોમણી શ્રી બજરંગદાસબાપાના…

Read More

ભાવનગર જિલ્લાના રતનપર ગામે ઐતિહાસિક વાવની સફાઇ કરી પુન: નિર્માણ

હિન્દ ન્યુઝ, ભાવનગર “સ્વચ્છતા હી સેવા”ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન શરૂ થયું છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લાના વિવિધ ગામોમાં “સ્વચ્છતા એ જ સેવા” ની નેમ સાથે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ વિસ્તારોમાંથી કચરો, ગંદકી દૂર કરીને આ વિસ્તારો સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે ભાવનગર જિલ્લાના રતનપર ગામે ઐતિહાસિક વાવની સફાઇ કરી પુન: નિર્માણ કરવામાં આવશે. “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત ભાવનગર તાલુકા વહીવટી તંત્ર દ્વારા જુની ઐતિહાસિક વાવ જર્જરિત હાલતમાં છે જેને સફાઇ અને પુન: નિર્માણના કામ ની શરૂઆત જુના રતનપર…

Read More

ભાવનગર જિલ્લાના વિવિધ શાળાઓ અને આંગણવાડીઓમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ

હિન્દ ન્યુઝ, ભાવનગર        “સ્વચ્છતા હી સેવા”ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન શરૂ થયું છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લાના વિવિધ ગામોમાં “સ્વચ્છતા એ જ સેવા” ની નેમ સાથે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. અહીં તબક્કાવાર આયોજનપૂર્વક વિવિધ વિસ્તારોમાંથી કચરો, ગંદકી દૂર કરીને આ વિસ્તારો સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવી રહ્યા છે. ભાવનગર જિલ્લાના વિવિધ ગામો-વિસ્તારોમાં સઘન સફાઈ ચાલી રહી છે. જેમાં વ્યાપક જનસહયોગ પણ મળી રહ્યો છે. ભાવનગરની સર્વે શિક્ષા અભિયાન કચેરી ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ. પી. બોરિચા જોડાયા હતા. આ ઉપરાંત તળાજા તાલુકાના કઠવા…

Read More

રાજ્યકક્ષા શાળાકીય બાસ્કેટબોલ ભાઈઓની સ્પર્ધામાં અંડર-૧૭ અને અંડર-૧૯ માં ભાવનગર શહેર વિજેતા

હિન્દ ન્યુઝ, ભાવનગર       રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને જિલ્લા રમત-ગમત અધિકારી, ભાવનગર દ્વારા સંચાલીત (વયજૂથ – ૧૭ વર્ષ થી નીચેના, ૧૯ વર્ષ થી નીચેના) (SGFI) શાળાકીય રાજ્યકક્ષા બાસ્કેટબોલ ભાઈઓ સ્પર્ધા ૨૦૨૩-૨૪ નું આયોજન તા.૧૫-૧૦-૨૦૨૩ થી ૧૯-૧૦-૨૦૨૩ દરમ્યાન સરદાર પટેલ રમત સંકૂલ, સિદસર, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં રમતવીરોને પ્રોત્સાહિત કરવા ભાવનગર જિલ્લાનાં પોલીસ અધીક્ષક ડો.હર્ષદ પટેલ, ચેરમેન સિલેકશન કમિટી બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન શક્તિસિંહ ગોહિલ, F.S.L ઓફિસર ભાવનગર ડો.અશ્વિનકુમાર ઇટાળીયા,…

Read More

“સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં રાજકોટ મહાનગરપાલિકા અને શૈક્ષણિક સંસ્થાના સહયોગથી સઘન સફાઈ કામગીરી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ        “સ્વચ્છતા એ જ સેવા” અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૩થી તા.૧૬/૧૨/૨૦૨૩ દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.૨૭/૧૦/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સાથે શૈક્ષણિક સંસ્થાના સહયોગથી સઘન સફાઈ કરવામાં આવી હતી. જેમાં ઇનોવેટીવ સ્કૂલ, નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ, તપોવન સ્કૂલ, ધોળકિયા સ્કૂલ, જીવન શાંતિ સ્કૂલ, મહાત્મા ગાંધી સ્કૂલ અને પુરુષાર્થ એજ્યુકેશન ટ્રસ્ટના કુલ ૧૦૬ છાત્રો અને શિક્ષકો દ્વારા મિલાપનગર, નચિકેતા સ્કૂલ આસપાસ, તપોવન સ્કૂલ આસપાસ, ધોળકિયા…

Read More

નગરપાલિકા દ્વારા આ અઠવાડિયામાં શૈક્ષણિક સંસ્થાઓમાં સફાઈ ઝુંબેશ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર       છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા મિશન અંતર્ગત આજે વોર્ડ નં.૭-૮ની સફાઈ કરવામાં આવી હતી. આ અઠવાડિયામાં શૈક્ષણિક સંસ્થાઓ, આંગણવાડીઓ, શાળાઓ, રોડ રીસરફેસિંગનું કામ કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર નગરપાલિકાના ૮૫ જેટલા સફાઈ કર્મચારીઓ, સેનેટરી ઇન્સપેકટર તેમજ સેનેટરી ક્લાર્કને પણ ડીપ્લોઈ કરવામાં આવ્યા છે. સફાઈ કર્મચારીઓને તેમના વેલબીંગ માટે પણ નગરપાલિકા કાર્યરત છે. ચીફ ઓફિસર ભાવિનભાઈએ જણાવ્યું હતું કે આગામી સમયમાં તેમના માટે મેડીકલ કેમ્પ યોજવામાં આવનારો છે તેમને તેમના સ્વાસ્થ્ય માટે એપ્રોન, ગ્લોવ્સ, બ્રશ, જુંડાઓ વગેરે વસ્તુઓ પણ આપવામાં આવે છે. જેથી કરીને તેઓ…

Read More

છોટાઉદેપુર જીલ્લા પોલીસ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર        પોલીસનું કામ માત્ર સુરક્ષા કરવાનું જ નથી પરંતુ સમાજમાં સ્વચ્છતા માટે સફાઈ કરવાનું પણ છે. આ વાત છોટાઉદેપુર જીલ્લાના પોલીસ સ્ટાફ સાબિત કરે છે. આમ તો પોલીસ સમાજમાં જોવા મળતા મારામારી, અત્યાચાર, ચોરી જેવા દુષણોને જડમૂળમાંથી કાઢી સમાજને નૈતિક, સામાજિક અને સુરક્ષિત રીતે સ્વચ્છ રાખે છે, પણ છોટાઉદેપુરના પોલીસ બેડાએ આપણું આંગણું સ્વચ્છ રાખવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડેલ છે. એસપી ઈમ્તિહાસ શૈખથી લઈને કોન્સ્ટેબલ સુધીના તમામ અધિકારીઓ કર્મચારીઓ આ સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા. જેમાં જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો સહીત પોલીસ આર્ચરી એકેડેમી, પોલીસ પરેડ…

Read More

કલા મહાકુંભમાં ભાગ લેવા માટેની તારીખ એક મહિના માટે લંબાવવામાં આવી

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર             ગુજરાત સરકારના રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની ચેરી, છોટાઉદેપુર દ્વારા “કલા મહાકુંભ ૨૦૨૩-૨૪’’ આયોજન કરવામાં આવનાર છે. જેના રજીસ્ટ્રેશન માટે અગાઉ તા.૨૪મી ઓક્ટોબર છેલ્લી તારીખ આપવામાં આવી હતી જે હવે લંબાવીને તા.૨૫/૧૧/૨૦૨૩ કરવામાં આવી છે. કલા મહાકુંભ ૨૦૨૩–૨૪માં ભાગ લેવા ઈચ્છતા છોટાઉદેપુરના સ્પર્ધકોએ નિયત નમુનામાં અરજીફોર્મ પોતાની સંપુર્ણ વિગત ભરી આધારકાર્ડ અને બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નક્લ સાથે તાલુકા કક્ષા, સીધી જિલ્લા/પ્રદેશ/રાજયકક્ષાની સ્પર્ધા માટે “પ્રતિ…

Read More

આંતર જિલ્લા શાળાકીય સ્વિમિંગ સ્પર્ધામાં રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લોકમાન્ય તિલક સ્નાનાગારના સ્પર્ધકોનો ઝળહળતો દેખાવ

હિન્દ ન્યુઝ, રાજકોટ        ગુજરાત રાજ્ય રમતગમત વિભાગના નેતૃત્વ હેઠળ રાજકોટ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા રાજકોટમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પૂલ, કોઠારીયા રોડ ખાતે તા. ૨૩ થી ૨૫ ઓક્ટોબર, ૨૦૨૩ દરમ્યાન યોજાયેલ આંતર જિલ્લા શાળાકીય સ્પર્ધામાં રાજકોટ મહાનગરપાલિકાના શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગારની સ્વિમિંગ એકેડેમીનાં તરવૈયાઓએ ઝળહળતો દેખાવ કર્યો હતો. આ સ્પર્ધામાં ૧૭ ગોલ્ડ મેડલ, ૧૩ સિલ્વર મેડલ અને ૧૨ બ્રોન્જ મેડલ જીતી રાજકોટનું ગૌરવ વધારના આ સ્પર્ધકોને માનનીય મેયર નયનાબેન પેઢડીયા, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષનાં નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિના…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં રિન્યૂએબલ એનર્જી, ફિશ પ્રોસેસિંગ, મેંગો પલ્પ, કોલ્ડ સ્ટોરેજ જેવા ક્ષેત્રમાં ૧૫૧૯.૭૧ કરોડના MOU

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપ હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન બને અને વેપાર અને ઉદ્યોગક્ષેત્રે ગીર સોમનાથ જિલ્લો પણ પોતાનો સિંહફાળો નોંધાવી આગેકૂચ કરતા ગુજરાતના અર્થતંત્રમાં પોતાની ભાગીદારી વધારે એવા શુભહેતુસર આસોપાલવ લૉન્સ ખાતે ‘વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ ગીર સોમનાથ’ ઈવેન્ટ યોજાઈ હતી. જેમાં રિન્યૂએબલ એનર્જી, ફિશ પ્રોસેસિંગ, મેંગો પલ્પ, ફિશ કોલ્ડ સ્ટોરેજ જેવા ક્ષેત્રમાં કુલ ૧૨ કંપનીઓએ ૧૫૧૯.૭૧ કરોડના MOU કર્યા હતાં.       સૌ પ્રથમ મિલેટ્સ બૂકેથી મહેમાનોનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર…

Read More