રાજ્યકક્ષા શાળાકીય બાસ્કેટબોલ ભાઈઓની સ્પર્ધામાં અંડર-૧૭ અને અંડર-૧૯ માં ભાવનગર શહેર વિજેતા

હિન્દ ન્યુઝ, ભાવનગર

      રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને જિલ્લા રમત-ગમત અધિકારી, ભાવનગર દ્વારા સંચાલીત (વયજૂથ – ૧૭ વર્ષ થી નીચેના, ૧૯ વર્ષ થી નીચેના) (SGFI) શાળાકીય રાજ્યકક્ષા બાસ્કેટબોલ ભાઈઓ સ્પર્ધા ૨૦૨૩-૨૪ નું આયોજન તા.૧૫-૧૦-૨૦૨૩ થી ૧૯-૧૦-૨૦૨૩ દરમ્યાન સરદાર પટેલ રમત સંકૂલ, સિદસર, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં રમતવીરોને પ્રોત્સાહિત કરવા ભાવનગર જિલ્લાનાં પોલીસ અધીક્ષક ડો.હર્ષદ પટેલ, ચેરમેન સિલેકશન કમિટી બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન શક્તિસિંહ ગોહિલ, F.S.L ઓફિસર ભાવનગર ડો.અશ્વિનકુમાર ઇટાળીયા, જિલ્લા રમત ગમત અધીકારી નરેશ ટી.ગોહિલ, પ્રેસિડેન્ટ ભાવનગર જિલ્લા બાસ્કેટબોલ એસોસિએશન ભગીરથસિંહ જાડેજા, બાસ્કેટબોલ એક્સપર્ટ કોચશ્રી ભાવનગર અનવર આલમ, બાસ્કેટબોલ હેડ કોચ પ્રકાશભાઈ પાંખણીયા, ઇન્કમટેક્ષ ઈન્સ્પેકટર ઇંદ્રવિજયસિંહ ગોહિલ અને ભાવનગર શહેર/ગ્રામ્ય વ્યાયામ શિક્ષક સંઘના હોદ્દેદારો વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાકીય રાજ્યકક્ષા બાસ્કેટ બોલ ભાઈઓ સ્પર્ધા- ૨૦૨૩-૨૪માં (વયજૂથ-૧૭ વર્ષ થી નીચેના) પ્રથમ નંબર પર ભાવનગર શહેર, દ્વિતીય નંબર પર બરોડા શહેર, તૃતીય નંબર પર રાજકોટ ગ્રામ્ય અને ચોથા નંબર પર અમદાવાદ શહેર આવેલ છે અને (વયજુથ-૧૯ વર્ષ થી નીચેની) પ્રથમ નંબર પર ભાવનગર શહેર, દ્વિતીય નંબર પર રાજકોટ ગ્રામ્ય, તૃતીય નંબર પર અમદાવાદ શહેર અને ચોથા નંબર પર અમદાવાદ ગ્રામ્ય આવેલ છે. આ ઉપરાંત આવનાર સમયમાં આ સ્પર્ધામાંથી પસંદ થયેલા સ્પર્ધકો રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે તેમ જિલ્લા રમત ગમત અધિકારી, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.

Related posts

Leave a Comment