ભાવનગર જિલ્લાના વિવિધ શાળાઓ અને આંગણવાડીઓમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ

હિન્દ ન્યુઝ, ભાવનગર

       “સ્વચ્છતા હી સેવા”ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન શરૂ થયું છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લાના વિવિધ ગામોમાં “સ્વચ્છતા એ જ સેવા” ની નેમ સાથે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. અહીં તબક્કાવાર આયોજનપૂર્વક વિવિધ વિસ્તારોમાંથી કચરો, ગંદકી દૂર કરીને આ વિસ્તારો સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવી રહ્યા છે. ભાવનગર જિલ્લાના વિવિધ ગામો-વિસ્તારોમાં સઘન સફાઈ ચાલી રહી છે. જેમાં વ્યાપક જનસહયોગ પણ મળી રહ્યો છે. ભાવનગરની સર્વે શિક્ષા અભિયાન કચેરી ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ. પી. બોરિચા જોડાયા હતા. આ ઉપરાંત તળાજા તાલુકાના કઠવા ગામમાં આંગણવાડીમાં, વલ્લભીપુર તાલુકાના ભોજપરા પ્રા. શાળા, જેસર તાલુકાના શાંતિનગર ગામે આંગણવાડી, વલ્લભીપુર તાલુકાના પીપળી પ્રા. શાળા, તળાજા તાલુકાના રાજપરા ગામમાં આંગણવાડી, સનાળા ખાતે આંગણવાડી તથા પ્રાથમિક શાળાનાં કેમ્પસમાં, ઉમરાળા તાલુકાના ધોળા ગામ શાળા, વલ્લભીપુર તાલુકાના પાણવી આંગણવાડી કેન્દ્ર -૧, નેસવડ ગામે આવેલ શાળામાં વિવિધ શાળાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ અન્ય સ્ટાફે મળીને “સ્વચ્છતા એ જ સેવા”ના સૂત્રને સાર્થક કર્યું હતું. આ સાથે નકામો કચરો દૂર કરીને વિવિધ વિસ્તારોની કાયાપલટ કરાઈ હતી. ઉપરાંત આંગણવાડીઓ તેમજ વિવિધ ગામોના વિવિધ વિસ્તારો, રસ્તાઓને કચરામુક્ત કરીને સ્વચ્છ બનાવાયા હતા.

Related posts

Leave a Comment