ભાવનગર જિલ્લાના રતનપર ગામે ઐતિહાસિક વાવની સફાઇ કરી પુન: નિર્માણ

હિન્દ ન્યુઝ, ભાવનગર

“સ્વચ્છતા હી સેવા”ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન શરૂ થયું છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લાના વિવિધ ગામોમાં “સ્વચ્છતા એ જ સેવા” ની નેમ સાથે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ વિસ્તારોમાંથી કચરો, ગંદકી દૂર કરીને આ વિસ્તારો સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે ભાવનગર જિલ્લાના રતનપર ગામે ઐતિહાસિક વાવની સફાઇ કરી પુન: નિર્માણ કરવામાં આવશે. “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત ભાવનગર તાલુકા વહીવટી તંત્ર દ્વારા જુની ઐતિહાસિક વાવ જર્જરિત હાલતમાં છે જેને સફાઇ અને પુન: નિર્માણના કામ ની શરૂઆત જુના રતનપર ગામ પાસે આવેલ મહાકાળી વાવની ભાવનગરના રાજકુંવરી બ્રિજેશ્વરીકુમારી ગોહિલના હસ્તે પૂજન કરી વૃક્ષારોપણ કરાયું હતું. કૃષ્ણકુમારસિંહજીના વંશજ રાજરાજેશ્વરી બ્રિજેશ્વરીબા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી જયશ્રીબેન જરૂ દ્વારા નિરમા કંપનીના સહયોગ સાથે જૂના રતનપર ગામે પૌરાણિક વાવનું રીનોવેશનનુ ખાતમુહૂર્ત અને કોળિયાક રજવાડી કિલ્લા /હવેલી /નગરીની મુલાકાત કરી સ્વચ્છતાનો લોકજાગૃતિ માટે સંદેશા પાઠવેલ હતો.

Related posts

Leave a Comment