હિન્દ ન્યુઝ, જામનગર
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજથી બે દિવસ દરમિયાન જામનગર જિલ્લાની મુલાકાતે છે. ત્યારે જામનગર એરપોર્ટ પર રાજ્યપાલનું આગમન થતા મહાનુભાવો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અને સર્કિટ હાઉસ ખાતે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમના સ્વાગતમાં જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ આજે સર્કિટ હાઉસ જામનગર ખાતે અધિકારીઓ અને ખેડૂત ટ્રેનરો સાથે પ્રાકૃતિક કૃષિ વિષય પર સમીક્ષા બેઠક યોજશે. તેમજ આવતીકાલે સવારે લાલપુર તાલુકાના મીઠોઈ ગામે ગ્રામજનો અને ખેડૂતો સાથે સંવાદ કરશે. ત્યાંથી તેઓ ખંભાળીયા જવા રવાના થશે.