“સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં રાજકોટ મહાનગરપાલિકા અને શૈક્ષણિક સંસ્થાના સહયોગથી સઘન સફાઈ કામગીરી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ 

      “સ્વચ્છતા એ જ સેવા” અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૩થી તા.૧૬/૧૨/૨૦૨૩ દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.૨૭/૧૦/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સાથે શૈક્ષણિક સંસ્થાના સહયોગથી સઘન સફાઈ કરવામાં આવી હતી.

જેમાં ઇનોવેટીવ સ્કૂલ, નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ, તપોવન સ્કૂલ, ધોળકિયા સ્કૂલ, જીવન શાંતિ સ્કૂલ, મહાત્મા ગાંધી સ્કૂલ અને પુરુષાર્થ એજ્યુકેશન ટ્રસ્ટના કુલ ૧૦૬ છાત્રો અને શિક્ષકો દ્વારા મિલાપનગર, નચિકેતા સ્કૂલ આસપાસ, તપોવન સ્કૂલ આસપાસ, ધોળકિયા સ્કૂલ આસપાસ, અમૃત પાર્ક મેઈન રોડ, મહાત્મા ગાંધી સ્કૂલ આસપાસ અને પ્રતિક સ્કૂલ ખાતે સફાઈ કામગીરી કરવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકાના સ્વચ્છતા વોર્ડ પ્રભારી ઓફિસરનાં માર્ગદર્શન અને નેતૃત્વમાં સંસ્થાઓના સહયોગથી સફાઈ કામગીરી કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment