હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા મિશન અંતર્ગત આજે વોર્ડ નં.૭-૮ની સફાઈ કરવામાં આવી હતી. આ અઠવાડિયામાં શૈક્ષણિક સંસ્થાઓ, આંગણવાડીઓ, શાળાઓ, રોડ રીસરફેસિંગનું કામ કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર નગરપાલિકાના ૮૫ જેટલા સફાઈ કર્મચારીઓ, સેનેટરી ઇન્સપેકટર તેમજ સેનેટરી ક્લાર્કને પણ ડીપ્લોઈ કરવામાં આવ્યા છે. સફાઈ કર્મચારીઓને તેમના વેલબીંગ માટે પણ નગરપાલિકા કાર્યરત છે. ચીફ ઓફિસર ભાવિનભાઈએ જણાવ્યું હતું કે આગામી સમયમાં તેમના માટે મેડીકલ કેમ્પ યોજવામાં આવનારો છે તેમને તેમના સ્વાસ્થ્ય માટે એપ્રોન, ગ્લોવ્સ, બ્રશ, જુંડાઓ વગેરે વસ્તુઓ પણ આપવામાં આવે છે. જેથી કરીને તેઓ સારી રીતે સફાઈ કરી શકે. નગરપાલિકાનું કોરવર્ક જ નળ, ગટર, રસ્તાઓ અને આરોગ્યનું છે અમે આ કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ, રાજ્ય સરકારે ૨ મહિના એટલેકે ૮ વિક સુધી સ્વચ્છતા અભિયાન માટે શેડ્યુલ આપેલું છે તે મુજબ અમે કામગીરી કરીએ છીએ, રોજનો લગભગ ૯૦૦થી ૧૦૦૦ કી.ગ્રા કચરો અમે વૈજ્ઞાનિક રીતે નિકાલ કરીએ છીએ. આ બાબતે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે લોક ભાગીદારી ખુબ જરૂરી છે, લોકોમાં જાગૃતિ લાવવા માટે અમે ઘરે ઘરે ફરીએ છીએ, લોકોને અલગ અલગ કચરો તારવવાનું કહીએ છીએ અને બહાર કચરો ન નાખવા માટે અપીલ કરીએ છીએ.