હિન્દ ન્યુઝ, ભાવનગર
વર્ષ-૨૦૨૧-૨૨ અંતર્ગત લઘુતમ ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન તા.૩૧/૧૦/૨૦૨૧ સુધીમાં ખેડુતોએ પોતાના ગામની ગ્રામપંચાયત ખાતે “વિલેજ કોમ્પયુટર એન્ટરપ્રીન્યોર” (V.C.E) પાસે અથવા નજીક્ના APMC કેન્દ્ર ખાતે પણ ખેડુતો નોધણી કરાવી શકાશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત રહેશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ (ફરજીયાત), ૭/૧૨, ૮-અ નકલ (અદ્યતન), ફોર્મ નંબર-૧૨ માં વાવેતરની નોંધ ના હોઇ તો મગફળીનો પાક જે તે સર્વે નંબરમાં વાવેતરકર્યાનો તલાટીનો દાખલો, બેન્ક પાસબુક અને IFSC કોડ અથવા કેન્સલ ચેક મુજબનાં ડોક્યુમેન્ટ આપવાનાં રહેશે. વધુ માહિતી માટે જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ નં ૦૨૭૮-૨૪૨૮૯૦૮ પર સંપર્ક કરવાનો રહેશે
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી