આંતર જિલ્લા શાળાકીય સ્વિમિંગ સ્પર્ધામાં રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લોકમાન્ય તિલક સ્નાનાગારના સ્પર્ધકોનો ઝળહળતો દેખાવ

હિન્દ ન્યુઝ, રાજકોટ

       ગુજરાત રાજ્ય રમતગમત વિભાગના નેતૃત્વ હેઠળ રાજકોટ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા રાજકોટમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પૂલ, કોઠારીયા રોડ ખાતે તા. ૨૩ થી ૨૫ ઓક્ટોબર, ૨૦૨૩ દરમ્યાન યોજાયેલ આંતર જિલ્લા શાળાકીય સ્પર્ધામાં રાજકોટ મહાનગરપાલિકાના શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગારની સ્વિમિંગ એકેડેમીનાં તરવૈયાઓએ ઝળહળતો દેખાવ કર્યો હતો. આ સ્પર્ધામાં ૧૭ ગોલ્ડ મેડલ, ૧૩ સિલ્વર મેડલ અને ૧૨ બ્રોન્જ મેડલ જીતી રાજકોટનું ગૌરવ વધારના આ સ્પર્ધકોને માનનીય મેયર નયનાબેન પેઢડીયા, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષનાં નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ અભિનંદન પાઠવી ભવિષ્યમાં વધુ ને વધુ સફળતાઓ પ્રાપ્ત કરે તેવી શુભકામના પાઠવી હતી. વિવિધ કેટેગરી અને વય જૂથની આ તરણ સ્પર્ધાઓમાં ચંદ્રક જીતનાર સ્પર્ધકોમાં ધ્રુવ ટાંક, વેદાંત જોશી, હીર પિત્રોડા, પ્રીશા ટાંક, રૂચિતા ગોસ્વામી, વીકા જાની, દેવલ પંડ્યા, અમાયરા સિંઘલ, વીર સોની, કવીશ રાવલ, યુગ સંઘવી, હરિહર ચુડાસમા, પ્રિયાંશી ગોસાઈ, બાંસુરી મકવાણા, વેનિસા, શુક્લ, આયુષ બરાસરા, ક્રિષ્ના કોલાદરા, માનસ માકડિયા અને વેદ ચતવાણીનો સમાવેશ થાય છે. આ સ્પર્ધકોને રાજકોટ મહાનગરપાલિકાનાં સ્વિમિંગ પૂલ સંચાલક બંકિમ જોશી, નિમિશ ભારદ્વાજ, લોઢીયા વગેરે દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.

Related posts

Leave a Comment