ભાવનગર મહાનગરપાલિકાની મુસદ્દારૂપ નગર યોજના નં. ૩૨ શામાપરા (સિદસર)ને આખરી કરવાં માટે નગરરચના અધિકારી તરીકે એલ. આર.શેઠની નિમણૂંક કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર મહાનગરપાલિકાની મુસદ્દારૂપ નગર યોજના નં. ૩૨ શામપરા (સિદસર)ને આખરી કરવાં માટે નગરરચના અધિકારી તરીકે એલ.આર.શેઠની નિમણૂંક કરવામાં આવી છે. નગર નિયોજકના હોદ્દાની રૂએ તેઓએ તા.૨૬-૧૦-૨૦૨૩ ના રોજ આ હોદ્દો સંભાળી લીધો છે. આ બાબતે હીત ધરાવતી કે અસરગ્રસ્ત વ્યક્તિઓને ગુજરાત સરકારના રાજ્યપત્રમાં આ અધિસૂચના પ્રસિધ્ધ થયાનાં ૨૦ દિવસની અંદર તેમના વાંધા નગર રચના અધિકારીને જણાવવાના રહેશે. શામપરા (સિદસર)ની નગરરચના અંગેના દસ્તાવેજો કચેરી સમય દરમિયાન નીરીક્ષણ કરી શકશે. આ ઉપરાંત કચેરીમાં દસ્તાવેજોની સમજૂતી આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમ નગર રચના અધિકારી તથા…

Read More

ઉમરાળા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર        રાજ્ય સરકારનાં આદેશ અનુસાર તા.૨૨/૧૧/૨૦૨૩ ને બુઘવારનાં રોજ ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી, ઉમરાળા ખાતે મુખ્યમંત્રીનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ગ્રામ્ય કે તાલુકા કક્ષાનાં પ્રશ્નો નિકાલ કરવા માટે રાખવામાં આવેલ છે. આથી પ્રશ્નો માટે અરજદાર પાસેથી તા.૧૦/૧૧/૨૦૨૩ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવેલ છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનાં મથાળા નીચે મામલતદાર, ઉમરાળાને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. જે પ્રશ્નો અંગે કોર્ટ કેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહી. આ કાર્યક્રમમાં અરજદારે જાતે…

Read More

“સ્વચ્છતા હી સેવા” ભાવનગરના ફરિયાદકા ગામે સફાઇ અભિયાન હાથ ધરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર           ભાવનગરના ફરિયાદકા ગામે સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ બનાવવા ઉદ્દેશ સાથે આ સમગ્ર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનની સફળતાનો શ્રેય રહેવાસીઓના ઉત્સાહ અને સમર્પણને તેમજ આંગણવાડીના કર્મયોગીઓને આપી શકાય છે. તેઓએ સફાઈ અભિયાનનું આયોજન કર્યું, કચરો દૂર કર્યો અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવી હતી.

Read More

સુન્ની સુમરા એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – રાજકોટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ       રાજકોટ ખાતે ગત તારીખ 29-10-2023, રવિવાર ના રોજ બપોરે 2:00 વાગ્યે થી 07:00 વાગ્યા સુધી હેમુગઢવી હોલ માં ધોરણ 8 થી લઈ ઉચ્ચ શિક્ષણ સુધીના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ યોજાયો. આ શૈક્ષણિક કાર્યક્રમમાં રાજકોટ ના મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, શૈક્ષણિક મહાનુભાવો, ખાનગી શાળા સંચાલકો, રાજકીય આગેવાનો તેમજ સુમરા જમાતના આગેવાનો, PSI જાવેદભાઈ ડેલા, ફાયર ઓફિસર રહીમભાઈ એ. જોબણ, હનીફભાઇ એસ. ઘાડા (એડવોકેટ), હનીફભાઇ એચ પતાણી (ઉદ્યોગપતિ), વગેરે લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ માં 101 બાળકો ને શિલ્ડ અને સર્ટિફિકેટ તેમજ 250 બાળકો ને…

Read More

“સ્વચ્છતા એ જ સેવા” ભાવનગર જિલ્લાની તમામ KGBV મા સ્વચ્છતા અભિયાન

હિન્દ ન્યુઝ, ભાવનગર  “સ્વચ્છતા હી સેવા”ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન શરૂ થયું છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ વિસ્તારોમાંથી કચરો, ગંદકી દૂર કરીને આ વિસ્તારો સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવી રહ્યા છે.   આજ રોજ “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત ભાવનગર જિલ્લાની તમામ KGBV મા સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત KGBV કાત્રોડી, KGBV શામપરા અને KGBV શેત્રુંજી ડેમ ખાતે સફાઈ ની કામગીરી કરવામાં આવી.

Read More